નવી દિલ્હીઃ Flipkart Saving Days Sale: Realme C55 સ્માર્ટફોનમાં Apple જેવા કેમેરા કટઆઉટ મળે છે, જેને એપલ આઈફોન 15માં રજૂ કરવામાં આવ્યો હતો. Realme એ તેને િની કેપ્સૂલ નામ આપ્યું છે. તેમાં તમને ચાર્જિંગ અને બેટરી પર્સેન્ટેજની જાણકારી મળે છે. આ સ્માર્ટફોનને Flipkart Saving Days Sale માં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે, જે 4 મેથી શરૂ થશે. આ સેલમાં 12999 રૂપિયાવાળો Realme C55 સ્માર્ટફોનને 649 રૂપિયામાં ખરીદી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિંમત અને ઓફર્સ
Realme C55 સ્માર્ટફોનની કિંમત 12999 રૂપિયા છે. ફોનને 15 ટકાના ડિસ્કાઉન્ટ બાદ 10999 રૂપિયામાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફોનની ખરીદી પર 10350 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. જો તમે ફુલ એક્સચેન્જ ઓફરનો લાભ ઉઠાવો છો તો ફોનની કિંમત 649 રૂપિયા થઈ જાય છે. ફોન 4 જીબી અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટમાં આવે છે. ફોનને 1834 રૂપિયાના મંથલી ડિસ્કાઉન્ટ ઓફરમાં પણ ખરીદી શકાશે. ફોનના વેચાણ પર 1 વર્ષની મેન્યુફેક્ચરિંગ અને 6 મહિનાની ઇન બોક્સ એસેસરીઝ વોરંટી આપવામાં આવી રહી છે. 


આ પણ વાંચોઃ નોર્મલ LED કે Smart LED? જાણો ક્યો બલ્બ તમારા માટે રહેશે બેસ્ટ


સ્પેસિફિકેશન્સ
Realme C55 સ્માર્ટફોનમાં 6.72 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેના રિયરમાં ડ્યૂલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો મેન કેમેરો 64 મેગાપિક્સલનો છે. આ સિવાય 2 મેગાપિક્સલનો અન્ય કેમેરો છે. જ્યારે ફ્રંટમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. પાવર બેકઅપ માટે ફોનમાં 5000 mAh ની બેટરી આપવામાં આવી છે. ફોનમાં Helio G88 પ્રોસેસર સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનની ખરીદી પર 7 દિવસની રિપ્લેસમેન્ટ પોલિસી ઓફર કરવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube