નવી દિલ્હીઃ રિયલમી આ મહિને પોતાના નવા સ્માર્ટફોન Realme GT Neo2 ને લોન્ચ કરી શકે છે. હાલમાં આવલા કેટલાક રિપોર્ટથી આ અપકમિંગ ફોનની ડિઝાઇન અને સ્પેસિફિકેશન વિશે કેટલીક જાણકારી સામે આવી છે. અફવા છે કે રિયલમીનો આ અપકમિંગ ફોન બ્લેક, બ્લૂ અને ઓરેન્જ કલર ઓપ્શનમાં આવશે. આ વચ્ચે આઈ વીબોની નવી લીકમાં કહેવામાં આવ્યું છે કે કંપની આ ફોનને સ્પેશિયલ ગ્રીન એડિશનમાં પણ લોન્ચ કરવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મર્સિડિઝની આ કારથી ઇન્સપાયર્ડ છે ડિઝાઇન
લીક ઇમેજને જોઈને કહી શકાય છે કે કંપનીએ GT Neo2 ના સ્પેશિયલ ગ્રીન વેરિએન્ટ માટે Mercedes-Benz AMG સાથે ભાગીદારી કરી છે. શેર કરેલી તસવીરમાં જોઈ શકાય કે ફોનના બેક પેનલ પર મોટી સાઇઝમાં AMG ની બ્રાન્ડિંગ છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોનની ડિઝાઇન 2018ના Mercedes-AMG GTR થી પ્રેરિત છે. 


આ પણ વાંચોઃ Jio, Airtel અને Vi ના આ છે સૌથી સસ્તા પ્લાન, 11 રૂપિયામાં 6GB ડેટા અને આટલા બધા ફાયદા


TENAA પર જોવા મળ્યો સ્માર્ટફોન
હાલમાં આ ફોનને TENAA પાસેથી પણ સર્ટિફિકેશન મળ્યું છે. ચીનમાં આ ફોનનો મોડલ નંબર RMX3370 હશે. TENAA લિસ્ટિંગ અનુસાર ફોન 5જી રેડી હશે અને તે 65 વોટ ફાસ્ટ ચાર્જરની સાથે આવશે. 


રિયલમી GT Neo2 માં મળી શકે છે આ ફીચર અને સ્પેસિફિકેશન
ફોનમાં કંપની પંચ-હોલ ડિઝાઇનની સાથે 6.62 ઇંચની ફુલ એચડી+AMOLED ડિસ્પ્લે ઓફર કરી શકે છે. લીક રિપોર્ટ પ્રમાણે ફોન 12જીબી રેમ અને 256જીબી સુધીના ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટમાં એન્ટ્રી કરી શકે છે. તો પ્રોસેસર તરીકે તેમાં સ્નેપડ્રેગન 870 ચિપસેટ મળવાની આશા છે. 


આ પણ વાંચોઃ 152 રૂપિયામાં દરરોજ 2GB ડેટા, એક મહિનો ચાલશે Jio નો આ પ્લાન


ફોટોગ્રાફી માટે ફોનમાં કંપની એલઈડી ફ્લેશ સાથે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ ઓફર કરી શકે છે. તેમાં 64 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સર સાથે એક 8 મેગાપિક્સલ અને એક 2 મેગાપિક્સલનો કેમેરો આવી શકે છે. સેલ્ફીની વાત કરીએ તો ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો જોવા મળી શકે છે. 


ફોનને પાવર આપવા માટે તેમાં 4500mAh ની બેટરી આપવામાં આવી શકે છે, જે 65 વોટના ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે. બાયોમેટ્રિક સિક્યોરિટી માટે ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળવાની આશા છે. ઓએવની સાત કરીએ તો ફોન એન્ડ્રોયડ 11 પર બેસ્ડ Realme UI 2.0 પર કામ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube