નવી દિલ્હી: ભારતમાં તહેવારોની સીઝન શરૂ થતાંની સાથે જ ચીની સ્માર્ટફોન કંપનીઓ એકવાર ફરી નવા પ્રોડક્ટને લઇને તૈયાર છે. સોમવારે 21 સપ્ટેમ્બરને રિયલમી પોતાની નાર્ઝો 20 સીરીઝ લોન્ચ કરવા જઇ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કંપની આ સીરીઝ હેઠળ Realme Narzo 20 Pro, Narzo 20A, અને Realme Narzo 20 ને લોન્ચ કરશે. આ ત્રણ ફોન એન્ડ્રોઇડ 11 પર બેસ રિયલમી UI 2.0 સાથે આવશે. ટ્વિટર પર ફોનના સ્પેસિફિકેશન્સ અને કિંમતને લઇને ઘણા રિપોર્ટ સામે આવી ચૂક્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SBI Alert: ફોન પર મળી રહી છે લોનની સારી ઓફર તો થઇ જજો સાવધાન, થઇ શકે છે નુકસાન


આ રિપોર્ટ અનુસાર રિયલમી નાર્ઝોની કિંમત 9000 રૂપિયાથી ઓછાથી શરૂ થઇ શકે છે. રિયલમી નાર્ઝો 20A ની વાત કરીએ તો તેમાં 3GB રેમ અને 32GB સ્ટોરેજ મળી શકે છે. તેની કિંમત 8,999 રૂપિયા હોઇ શકે છે. તો બતેના 4GB રેમ અને 64GB સ્ટોરેજ મોડલની કિંમત 9,999 રૂપિયા હોઇ શકે છે.

Vodafone-Idea ના આ પ્લાનમાં 1 વર્ષ માટે ફ્રીમાં મળશે 5G સબ્સક્રિપ્શન

આ પ્રકારે રિયલમી નાર્ઝો 20ની વાત કરીએ તો તેના 4GB રેમ અને 64GB સ્ટોરેજના મોડલની કિંમત 12,999 રૂપિયા હોઇ શકે છે. તો બીજી 6GB રેમ અને 64GB સ્ટોરેજ મોડલની કિંમત 14,999 રૂપિયા હોઇ શકે છે. આ ઉપરાંત રિયલમી નાર્ઝો 20 પ્રો સ્માર્ટફોનના 6GB રેમ અને 64GB સ્ટોરેજ મોડલની કિંમત 16,999 રૂપિયા હોઇ શકે છે. 

હોમ ઇન્શ્યોરન્સને હળવાશ લેશો નહી, મુસીબતમાં કરે છે તમારા ઘરની સુરક્ષા


લીક થયેલા રિપોર્ટ અનુસાર રિયલમી નાર્ઝો 20A માં 6.5 ઇંચની ડિસ્પ્લે મળી શકે છે. ફોનમાં ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 665 પ્રોસેસર અને 5,000mAh ની બેટરી મળી શકે છે, જે 10 વોલ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે. ફોટોગ્રાફી માટે તેમાં 12MP + 12MP + 2MP નો રિયર કેમેરો અને 8MP નો ફ્રન્ટ કેમેરો મળી શકે છે. પ્રો મોડલમાં પણ 48 મેગાપિક્સલનો ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે. સેલ્ફી માટે તેમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળી શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube