નવી દિલ્હીઃ Reliance Jio Jio Value Plans: ટેલીકોમ કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. તેવામાં વારંવાર રિચાર્જ કરાવવું મુશ્કેલ થઈ ગયું છે. રિચાર્જ પ્લાન્સ મોંઘા થવાથી તે લોકો માટે પરેશાની થઈ છે જેની પાસે બે સિમ છે કે પછી ઘરમાં કોઈની પાસે બે સિમ છે. પરંતુ કેટલીક એવી રીત છે જેનાથી તમે મોંઘા રિચાર્જ પ્લાન્સથી છુટકારો મેળવી શકો છો અને તમારે વારંવાર રિચાર્જ કરાવવાની જરૂર પડશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં પહેલાની તુલનામાં હવે બ્રોડબેન્ડ પ્લાન ખુબ સસ્તા થઈ ગયા છે અને તેનું કનેક્શન લેવું પણ સરળ થઈ ગયું છે. આ કારણ ઘણા લોકો ડેટાની જરૂરીયાત પૂરી કરવા માટે બ્રોડબેન્ડ કનેક્શન તરફ આગળ વધી રહ્યાં છો. જો તમારા પણ ઘરમાં ઈન્ટરનેટ ડેટા માટે વાઈ-ફાઈ કનેક્શન છે તો તમારે કોલિંગ માટે મોંઘા પ્લાન્સની જરૂર નથી. 


રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકોને ત્રણ પ્રકારના સસ્તા રિચાર્જ પ્લાન્સ ઓફર કરે છે. આ પ્લાન્સમાં ડેટા તો ઓછો મળે છે પરંતુ વેલિડિટી લાંબી મળે છે એટલે કે તમે સસ્તા ભાવમાં ઘણા દિવસ સુધી ફ્રી કોલિંગનો લાભ લઈ શકો છો. આવો તમને સસ્તી કિંમતમાં આવતા પ્લાનની વિગતો જણાવીએ.


આ પણ વાંચોઃ New Rules: WhatsApp ની ફ્રી સેવા ખતમ! હવે પૈસા ખર્ચીને કરવો પડશે ઉપયોગ


Jio નો 155 રૂપિયાવાળો પ્લાન
જિયોના આ સસ્તા રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં કંપની કુલ 2જીબી ડેટા ઓફર કરે છે. આ સિવાય તમે 28 દિવસ માટે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ કરી શકો છો. તમને પ્લાનમાં દરરોજ 100 એસએમએસનો પણ લાભ આપવામાં આવે છે. આ સાથે તેમાં એડિશનલ બેનિફિટ્સ તરીકે જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન પણ મળે છે. 


Jio નો 395 રૂપિયાવાળો પ્લાન
જો તમે તમારા જિયો નંબરમાં 395 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમને કુલ 84 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે ત્રણ મહિના સુધી તમારે રિચાર્જ કરાવવાની ઝંઝટ રહેતી નથી. આ વેલિડિટી દરમિયાન તમે અનલિમિટેડ કોલ કરી શકો છો. આ સાથે પ્લાનમાં કંપની 6જીબી ડેટા ઓફર કરે છે. આ પ્લાનમાં તમને દરરોજ 100 એસએમએસ મળે છે. આ સિવાય તમને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. 


આ પણ વાંચોઃ દિલ ખુશ કરી દેશે Jio અને Airtel નો આ પ્લાન, ડેટાની સાથે ફ્રી મળશે 15 OTT એપ્સ


Jio નો 1,559 રૂપિયાવાળો પ્લાન
આ રિલાયન્સ જિયોનો સૌથી સસ્તો વાર્ષિક પ્લાન છે. જો તમે 1559 રૂપિયાથી તમારા નંબર પર રિચાર્જ કરાવો છો તો તમને કુલ 336 દિવસની વેલિડિટી મળે છે. આ વેલિડિટી દરમિયાન કંપની તમને 24જીબી ડેટા ઓફર કરે છે. તમને દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફયાદો મળશે. આ પ્લાનમાં પણ કંપની દરરોજ 100 એસએમએસનો લાભ આપી રહી છે. આ સિવાય ગ્રાહકોને જિયો ટીવી, જિયો સિનેમા, જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube