નવી દિલ્હીઃ Redmi ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન રેડમી 9 પાવર લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી  Redmi 9 Powerને લઈને સમાચાર આવી રહ્યાં છે. હવે એક લીકમાં જાણકારી મળી છે કે કંપની દેશમાં નવા હેન્ડસેટને ડિસેમ્બરમાં લોન્ચ કરી શકે છે. રેડમી 9 પાવર હાલમાં ચીનમાં લોન્ચ થયેલ રેડમી નોટ 9 4જીનું રીબ્રાંડેડ વેરિઅન્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme 9 Power: લોન્ચ ડીટેલ
ટિપ્સ્ટર મુકુલ શર્માના ટ્વીટ પ્રમાણે, કંનપી 15 ડિસેમ્બરે દેશમાં રેડમી 9 પાવર હેન્ડસેટ લોન્ચ કરશે. પોતાના ટ્વીટમાં મુકુલે દાવો કર્યો કે રેડમી 9 પાવરનું લોન્ચિંગમાં કોઈ ફેરફાર થશે નહીં. 


4 વર્ષમાં પહેલીવાર Airtelએ આ મામલે Jioને આપી માત, TRAI જાહેર કર્યા આંકડા


ધ્યાન આપવા જેવી બાબત છે કે હજુ કંપનીએ લોન્ચ સાથે જોડાયેલી કોઈ જાણકારી શેર કરી નથી. આ બધી જાણકારી ખબરો અને લીક પર આધારિત છે. અમારી સલાહ છે કે કંપની દ્વારા સત્તાવાર જાહેરાત થાય ત્યાં સુધી રાહ જુઓ. હાલમાં શાઓમીએ ભારતમાં પોતાની પ્રથમ QLED Mi TV લોન્ચ કરવાની જાણકારી આપી હતી. મી ટીવીને ભારતમાં રેડમી 9 પાવરની સાથે લોન્ચ કરી શકાય છે. 


Redmi 9 Powerમા 6.67 ઇંચ ફુલ એચડી+ડિસ્પ્લે હોઈ શકે છે જેનું રેજોલૂશન  1080×2340 પિક્સલ હશે. સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર, 4 જીબી રેમ તથા 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવાની વાત છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube