4 વર્ષમાં પહેલીવાર Airtelએ આ મામલે Jioને આપી માત, TRAI જાહેર કર્યા આંકડા

ચાર વર્ષમાં પહેલીવાર એરટેલ (Bharti Airtel)એ જિયો (Reliance Jio)ને માસિક કનેકશનોના મામલે માત આપી છે. ટ્રાઇએ  (Trai)જાહેર કરેલા આંકડામાં આ વાતની પુષ્ટિ કરી છે. 

Updated By: Dec 4, 2020, 11:50 PM IST
4 વર્ષમાં પહેલીવાર Airtelએ આ મામલે Jioને આપી માત, TRAI જાહેર કર્યા આંકડા

નવી દિલ્હી: ચાર વર્ષમાં પહેલીવાર એરટેલ (Bharti Airtel)એ જિયો (Reliance Jio)ને માસિક કનેકશનોના મામલે માત આપી છે. ટ્રાઇએ  (Trai)જાહેર કરેલા આંકડામાં આ વાતની પુષ્ટિ કરી છે. 

નવા આંકડા
ટ્રાઇના અનુસાર સપ્ટેમ્બરમાં એરટેલના નવા ગ્રાહકોની સંખ્યામાં જિયો કરતાં વધુ વધારો કર્યો છે. એરટેલએ કુલ 37.7 લાખ નવા કનેક્શન ઉમેર્યા છે. તો જિયોએ 14.6 લાખ અને સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલએ કુલ 78,454 નવા ગ્રાહક બનાવ્યા છે. જિયોએ જ્યારે પોતાના વાણિજ્યિક પરિચાલન શરૂ કર્યું હતું, તે સમયે 1.59 કરોડ નવા ગ્રાહક બનાવ્યા હતા. 

આ કંપનીઓએ ગુમાવ્યા નવા ગ્રાહક
વોડાફોન આઇડિયા સહિત એમટીનએલ અને રિલાયન્સ કોમ્યુનિકેશને પોતાના ગ્રાહક ગુમાવ્યા છે. વોડાફોન આઇડિયાએ સૌથી વધુ 46.5 લાખ ગ્રાહક ગુમાવ્યા છે. એમટીએનએલએ 5,784 અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સને 1,324 ગ્રાહકોનું નુકસાન થયું છે. 

40 કરોડથી વધુ જિયો ગ્રાહક 
હાલ રિલાયન્સ જિયોના કુલ 40.41 કરોડ ગ્રાહક છે. એરટેલ પાસે કુલ 32.66 કરોડ અને વોડાફોન આઇડિયા 29.54 કરોડ ગ્રાહકો સાથે ત્રીજા સ્થાને છે. સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલની તો કનેક્શનોની સંખ્યા 11.88 કરોડ અને એમટીએનએલના કનેક્શોનોનો આંકડો 33.3 લાખ છે. સપ્ટેમ્બરમાં દેશમાં કુલ ફોન ગ્રાહકોની સંખ્યા સામાન્ય વધીને 1116.86 કરોડ પર પહોંચી ગઇ. ઓગસ્ટમાં આંકડા 116.78 કરોડ હતો. આ પ્રકારે કુલ મોબાઇલ કનેશનોની સંખ્યા સપ્ટેમ્બરમાં વધીને 114.85 કરોડ થઇ ગઇ છે. ઓગસ્ટમાં 2020માં મોબાઇલ ગ્રાહકોની સંખ્યા 114.79 કરોડ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube