નવી દિલ્હીઃ રેડમીએ  (Redmi) કન્ફર્મ કરી દીધું છે કે 9 ફેબ્રુઆરીએ ભારતમાં Redmi Note 11S ની સાથે Redmi Note 11 ને પણ લોન્ચ કરવામાં આવશે. કંપનીએ આ જાણકારી પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી આપી છે. શાઓમીની વેબસાઇટ પર નવી રેડમી નોટ 11 સિરીઝની માઇક્રોસાઇટ પણ લાઈવ થઈ ગઈ છે, જેમાં આ બંને સ્માર્ટફોનની ડિઝાઇનને જોઈ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનવામાં આવી રહ્યું છે કે કંપની આવનારા સપ્તાહમાં આ સિરીઝના બે અન્ય સ્માર્ટફોન Redmi Note 11 Pro 4G અને Redmi Note 11 Pro 5G ને પણ લોન્ચ કરી શકે છે. હાલ આવો જાણીએ 9 ફેબ્રુઆરીએ લોન્ચ થનાર રેડમી નોટ 11 અને નોટ 11S માં શું સ્પેસિફિકેશન મળવાના છે. 


આ પણ વાંચોઃ જિયોનો સૌથી દમદાર પ્લાન, એક વર્ષ સુધી રિચાર્જની ચિંતા નહીં, મળશે ખાસ લાભ


રેડમી નોટ 11 અને નોટ 11S ના ફીચર અને સ્પેસિફિકેશન
બંને સ્માર્ટફોનમાં કંપની 90Hz ના રિફ્રેશ રેટની સાથે 6.43 ઇંચની ફુલ એચડી+AMOLED ડિસ્પ્લે ઓફર કરવાની છે. કંપનીના આ નવા સ્માર્ટફોન  LPDDR4x રેમ અને UFS 2.2 સ્ટોરેજની સાથે આવશે. પ્રોસેસરની વાત કરીએ તો રેડમી નોટ 11માં સ્નેપડ્રેગન 680 અને રેડમી નોટ 11S માં હીલિયો G96 ચિપસેટ ઓફર કરવાની છે. ફોટોગ્રાફી માટે બંને ડિવાઇસમાં ક્વાડ કેમેરા સેટઅપ મળશે. 


રેડમી નોટ 11S માં કંપની 108 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે એક 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ, એક 2 મેગાપિક્સલના ડેપ્થ સેન્સર અને એક 2 મેગાપિક્સલનું મેક્રો સેન્સર આપવામાં આવ્યું છે. તો રેડમી નોટ 11માં પણ આ કેમેરા સેટઅપ મળશે, પરંતુ તેનો પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો હશે. સેલ્ફી માટે બંને સ્માર્ટફોનમાં કંપની 13 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો ઓફર કરવાની છે. 


આ પણ વાંચોઃ Union Budget 2022: 5G સર્વિસની જલદી થશે શરૂઆત, ગામડા સુધી પહોંચશે ઓપ્ટિકલ ફાઇબર


બેટરીની વાત કરીએ તો બંને હેન્ડસેટમાં 5000mAh ની બેટરી મળશે, જે 33 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. કંપનીના આ બંને ફોન એન્ડ્રોયડ 11 પર બેસ્ડ MIUI 13 પર કામ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube