Redmi લોન્ચ કરવા જઇ રહી છે આ સ્માર્ટફોન, હશે 64MP કેમેરો
શાઓમી (Xiaomi)ની સબ બ્રાંડ રેડમી (Redmi) હવે એક ઇંડિપેંડેંટ બ્રાંડ બની ચૂકી છે. શાઓમીથી અલગ થયા બાદ રેડમીએ ભારતીય માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. હાલ Redmi 7 ત્યારબાદ Redmi K20 સીરીઝને લોન્ચ કરવામાં આવ્યો. ટૂંક સમયમાં રેડમી વધુ એક સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. લીક અનુસાર તેનો કેમેરો 64 મેગાપિક્સલનો હશે.
નવી દિલ્હી: શાઓમી (Xiaomi)ની સબ બ્રાંડ રેડમી (Redmi) હવે એક ઇંડિપેંડેંટ બ્રાંડ બની ચૂકી છે. શાઓમીથી અલગ થયા બાદ રેડમીએ ભારતીય માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. હાલ Redmi 7 ત્યારબાદ Redmi K20 સીરીઝને લોન્ચ કરવામાં આવ્યો. ટૂંક સમયમાં રેડમી વધુ એક સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. લીક અનુસાર તેનો કેમેરો 64 મેગાપિક્સલનો હશે.
ઓગસ્ટમાં 2 સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં Nokia, હશે આ શાનદાર ફીચર્સ
કહેવામાં આવી રહ્યું છે કે 64 મેગાપિક્સલવાળા કેમેરાથી 20MB સાઇઝ સુધી ફોટો ક્લિક કરવામાં આવી શકે છે. તેનો અર્થ કેમેરાની ક્વોલિટી ખૂબ શાનદાર હશે. ઝૂમ કર્યા બાદ પણ ડીટેલ્સ સ્પષ્ટ જોઇ શકાશે. કહેવામાં આવી રહ્યું છે કે આટલી હાઇ ક્વોલિટી ફોન કેમેરા માટે સેમસંગ Bright GW1 સેંસરનો ઉપયોગ કરી શકે છે.
Jio GigaFiber: 12 ઓગસ્ટે લોન્ચ થશે જિયો ગીગાફાઇબર, જાણો સંપૂર્ણ જાણકારી
રેડમી દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોન વડે ક્લિક કરવામાં આવેલા ફોટાનું રિઝોલ્યૂશન 8 હજારવાળા ટીવી કરતાં સારુ હશે. લીક્સ અનુસાર આ સ્માર્ટફોનમાં ચાર રિયર કેમેરા સેટઅપ હશે, જેમાં 64MP પ્રાઇમરી સેંસર હશે. આ ઉપરાંત સત્તાવાર રીતે કોઇ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. અફવાઓનું માનીએ તો આ સ્માર્ટફોનનું નામ Redmi Note 8 Pro હોઇ શકે છે. હાલ તેના બીજા ફીચર્સને લઇને કોઇ લીક સામે આવી નથી.