Jio GigaFiber: 12 ઓગસ્ટે લોન્ચ થશે જિયો ગીગાફાઇબર, જાણો સંપૂર્ણ જાણકારી

Jio GigaFiber ને લઇને યૂજર્સ આતુરતા પૂર્વક રાહ જોઇએ રહ્યા છે. જિયોની હાઇ-સ્પીડ સર્વિસ જિયો ગીગાફાઇબરનું કોમર્શિયલ લોન્ચિંગને લઇને ગત થોડા મહિનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દાવો કર્યો છે કે Jio GigaFiber નું ઓફિશિયલ લોન્ચિંગ 12 ઓગસ્ટે કરવામાં આવશે. 

Jio GigaFiber: 12 ઓગસ્ટે લોન્ચ થશે જિયો ગીગાફાઇબર, જાણો સંપૂર્ણ જાણકારી

નવી દિલ્હી: Jio GigaFiber ને લઇને યૂજર્સ આતુરતા પૂર્વક રાહ જોઇએ રહ્યા છે. જિયોની હાઇ-સ્પીડ સર્વિસ જિયો ગીગાફાઇબરનું કોમર્શિયલ લોન્ચિંગને લઇને ગત થોડા મહિનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દાવો કર્યો છે કે Jio GigaFiber નું ઓફિશિયલ લોન્ચિંગ 12 ઓગસ્ટે કરવામાં આવશે. 

કંપની ગત કેટલાક મહિનાઓથી દેશના ઘણા શહેરોમાં તેનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. ટેસ્ટિંગ દરમિયાન તેને લોન્ચ ડેટ અને પ્લાન્સને લઇને સમયાંતરે સમાચાર આવતા રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લોન્ચની જાહેરાત આગામી મહિને રિલાયન્સ ઇંડસ્ટ્રીઝની યોજાનારી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) માં કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે હાલ ભારતના 1,100 શહેરોમાં જિયો ગીગાફાઇબર બ્રોડબેંડની સેવા રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આપવામાં આવી રહી છે, જોકે હાલ આ સેવા ટેસ્ટિંગ હેઠળ મળી રહી છે. 

જિયો ગીગાફાઇબરની ટ્રાયલ થશે પુરી
રિલાયન્સ ઇંડસ્ટ્રીઝે તાજેતરમાં જ પોતાના ત્રિમાસિક ફાઇનાશિયલ પરિણામોની જાહેરાત કરતાં કહ્યું કે Jio GigaFiber નું ટ્રાયલ પુરૂ થવાનું છે. કંપની જિયો ગીગાફાઇબરનું કોમર્શિયલ લોન્ચ કરતાં પહેલાં તેને સારી રીતે ટેસ્ટ કરવા માંગે છે. તેના માટે દેશના કેટલાક શહેરોમાં કંપનીએ તેને સિલેક્ટેડ યૂજર્સ સાથે જ પોતાના કર્મચારીઓને ઉપલબ્ધ કરાવ્યું હતું. 

તાજેતરમાં જ રિલાયન્સ ઇંડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરતાં કહ્યું કે ''જિયો ગીગાફાઇબરની બીટા ટેસ્ટિંગ સફળ રહી છે અને ટૂંક સમયમાં જ તેને 5 કરોડ ઘરોમાં પહોંચાડવામાં આવશે. 'જોકે તેમણે જિયો ગીગાફાઇબરના પ્લાન વિશે કોઇ જાણકારી આપી નથી. 

તો બીજી તરફ હિન્દુના રિપોર્ટ અનુસાર, જિયો ગીગાફાઇબરને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. તેના હેઠળ ગ્રાહકો માટે બ્રોડબેંડ, એન્ટરટેનમેન્ટ અને સ્માર્ટ હોમ આઇઓટી (IoT) પ્લાન રજૂ થશે. પ્લાનની જાણકારી વાર્ષિક સામાન્ય બેઠકમાં મળશે. 

જિયોએ ઓછી કરી સિક્યોરિટી ડિપોઝિટ
જિયોના કનેક્શનની વાત કરીએ તો જિયો ગીગાફાઇબરને હાલ 4,500 રૂપિયાની સિક્યોરિટી સાથે ટેસ્ટિંગ થઇ રહ્યું છે. તો બીજી તરફ કંપનીએ થોડા દિવસો પહેલાં એક નવું વર્જન રજૂ કર્યું છે જેમાં સિક્યોરિટી યરીકે 2,500 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. જિયોના આ ગીગાફાઇબર સર્વિસ હેઠળ ગ્રાહકોને એક જ કનેક્શનમાં બ્રોડબ્રેંડ, વોઇસ કોલિંગ અને આઇપીટીવીની સુવિધા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news