Refrigerator Temperature In Monsoon: રેફ્રિજરેટરમાં રાખેલી વસ્તુઓ ખરાબ ન થાય અને રેફ્રિજરેટર પણ ખરાબ ન થાય તે માટે ખૂબ જ જરૂરી છે કે દરેક સિઝનમાં તમે રેફ્રિજરેટરને યોગ્ય તાપમાન પર ચલાવો. જો તમે બારેમાસ રેફ્રિજરેટરનું એક જ સરખું ટેમ્પરેચર રાખો છો તો તેનાથી રેફ્રિજરેટરને પણ નુકસાન થાય છે અને તેની અંદર રહેલો ખોરાક પણ એટલો ફ્રેશ અને સુરક્ષિત નથી રહેતો જેટલી અપેક્ષા હોય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન ફ્રીજનું ટેમ્પરેચર શું રાખવું તે ખૂબ જ જરૂરી હોય છે. આ સિઝન દરમિયાન ફ્રીજના ટેમ્પરેચરમાં ફેરફાર કરવો અનિવાર્ય હોય છે. તેવામાં જો તમે નથી જાણતા કે ચોમાસામાં કયા ટેમ્પરેચર પર રેફ્રિજરેટર ચલાવવું તો ચાલો તમને જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Smart Watches: સાવ સસ્તામાં મળતી આ અલગ-અલગ સ્માર્ટ વોચ લેવા પડાપડી! જુઓ ફીચર્સ


શું તમારા Smartphone માં આ App છે? તરત જ કરી દેજો ડીલીટ, નહિતર રાતોરાત થઈ જશો બરબાદ


WiFi Safety: ઘર કે ઓફિસમાં વાઈફાઈ વાપરતા હોય તો ભૂલથી પણ ન કરતા આ 5 ભૂલો


ચોમાસા દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે સાથે જ ઠંડક પણ વધી જાય છે. આવા વાતાવરણમાં ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે ફ્રિજનું યોગ્ય ટેમ્પરેચર ખૂબ જ મદદરૂપ થાય છે. જો તમે ફ્રીજને યોગ્ય ટેમ્પરેચર પર ચલાવશો તો ચોમાસા દરમિયાન ફ્રીજ પણ ખરાબ નહીં થાય અને તેમાં રહેલું ભોજન પણ સુરક્ષિત રહેશે.


એક રિપોર્ટ અનુસાર ચોમાસામાં ફ્રીજ માટે યોગ્ય તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ છે. જો આ તાપમાન પર ફ્રીજ ચલાવવામાં આવશે તો તેમાં રહેલા ખાદ્ય પદાર્થ તાજા રહેશે. નિષ્ણાંતો પણ જણાવે છે કે ચોમાસા દરમિયાન વાતાવરણમાં ભેજ વધારે હોય છે તેથી ફ્રીજ નું તાપમાન 1.7° થી 3.3 ડિગ્રી વચ્ચે હોવું જોઈએ. 


આ તાપમાનનો ઉપયોગ કરવાથી બેક્ટેરિયાને વધતા અટકાવી શકાય છે અને ખાદ્ય પદાર્થો લાંબા સમય સુધી તાજો રહે છે. આ ટેમ્પરેચર પર ફ્રીજ સેટ કરેલું હશે તો ખોરાકનો સ્વાદ પણ ખરાબ નહીં થાય. 


ટૂંકમાં કહીએ તો ચોમાસા દરમિયાન ફ્રીજ નું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ થી ઓછું રાખવું યોગ્ય ગણાય છે. જો આ ટેમ્પરેચર પર તમે ફ્રીજ સેટ કરશો તો ફ્રીજને પણ નુકસાન નહીં થાય અને ખોરાક પણ ઘણા દિવસો સુધી તાજો રહેશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)