Reliance પોતાનો અત્યાર સુધીનો સૌથી સસ્તો ફોન આ તારીખે કરશે લોન્ચ, કમાલના હશે ફીચર્સ
JioPhone Next નું એલાન રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાની એન્યુલ જનરલ મિટિંગ દરમિયાન કર્યું હતું. આ સ્માર્ટફોન વિશે કેટલીક માહિતી સામે આવી છે. આવો જોઈએ આ ફોનમાં શું છે ખાસ. જો કે લોન્ચ પહેલા આ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોનની પ્રી-બુકિંગ શરૂ થઈ શકે છે. રિપોર્ટ મુજબ જિયો પહેલાથી જ રીટેલ સ્ટોર્સ સાથે આ ફોન વિશે ચર્ચા કરી રહ્યું છે.
નવી દિલ્લીઃ JioPhone Next નું એલાન રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાની એન્યુલ જનરલ મિટિંગ દરમિયાન કર્યું હતું. આ સ્માર્ટફોન વિશે કેટલીક માહિતી સામે આવી છે. આવો જોઈએ આ ફોનમાં શું છે ખાસ. JioPhone Next ભારતમાં 10 સપ્ટેમ્બરના લોન્ચ કરવામાં આવશે. જો કે લોન્ચ પહેલા આ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોનની પ્રી-બુકિંગ શરૂ થઈ શકે છે. રિપોર્ટ મુજબ જિયો પહેલાથી જ રીટેલ સ્ટોર્સ સાથે આ ફોન વિશે ચર્ચા કરી રહ્યું છે.
મહત્વનું છે કે જૂનમાં AGM દરમિયાન મુકેશ અંબાણીએ આ ફોનનું એલાન કર્યું હતું. જિયોફોન નેક્સ્ટને અત્યાર સુધીનો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન હશે. કંપનીએ ગૂગલ સાથે મળને આ ફોન બનાવ્યો છે. ફોનની કિંમત વિશે કંપનીએ હજુ કોઈ માહિતી આપી નથી. જો કે ફોનના સ્પેસિફિકેશન્સ સામે આવ્યા છે. આ સ્માર્ટફોનમાં સામાન્ય એન્ડ્રોઈડ ફોન જેવો જ છે. JioPhone Nextમાં ગૂગલના એપ્સ હશે અને કંપનીએ ટ્રાન્સલેશન ફીચરને આ ફોન સાથે ઈન્ટિગ્રેટ કર્યો છે. રિપોર્ટ મુજબ JioPhone Nextમાં Qualcomm 215 પ્રોસેસર આપવામાં આવશે જેની સ્પીડ 1.3GHz સુધીની રહેશે.
JioPhone Nextને 2 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવશે. પહેલા વેરિયન્ટમાં 2GB રેમ અને 16GB ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે. જ્યારે બીજા વેરિયેન્ટમાં 3GB રેમ અને 32GB ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે. આ ફોનમાં 2500mAHની બેટરી આપવામાં આવશે. મળતી માહિતી મુજબ આ ફોન Android One પ્લેટફોર્મ પર કામ કરશે. કારણ કે ગૂગલે ફોન માટે કોઈ ખાસ ઓપરેટિંગ સિસ્ટમ નથી બનાવી.
રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની એન્યુલ જનરલ મિટિંગમાં સુંદર પિચાઈએ કહ્યું હતું કે આ ફોનનો કેમેરો સારો હશે. અસલમાં કંપની આ સ્માર્ટફોનના સહારે પહેલીવાર સ્માર્ટફોન યુઝર્સને ટાર્ગેટ કરી રહી છે. મહત્વનું છે કે આ પહેલા JioPhoneએ ભારતમાં ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. જો કે બાદમાં તેનું માગ ઘટી ગઈ.