નવી દિલ્હીઃ રિલાયન્સ જીયોએ હાલમાં જીયો ફોન યૂઝર્સ માટે Jio Phone Offer 2021 હેઠળ ત્રણ નવા પ્લાન લોન્ચ કર્યા. પરંતુ કંપની પાસે પહેલાથી જીયો ફોન યૂઝર્સ માટે કેટલાક પ્લાન હાજર છે જેની કિંમત 75 રૂપિયાથી શરૂ થાય છે. આજે અમે તમને જીયોના 155 રૂપિયા અને 125 રૂપિયાવાળા પ્લાન વિશે માહિતી આપીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીયોના 155 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. આ પેકમાં દરરોજ 1 જીબી ડેટા મળે છે. એટલે કે ગ્રાહક કુલ 28 જીબી ડેટાનો ફાયદો લઈ શકે છે. દરરોજ મળનાર ડેટા પૂરો થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. 


આ પણ વાંચોઃ XIAOMI 29 માર્ચના લિક્વિડ લેંસ સાથે ફોન લોન્ચ કરશે? જાણો શું છે લિક્વિડ લેંસ


વાત કરીએ વોઇસ કોલિંગની તો જીયો ફોન યૂઝર્સ દેશભરમાં લોકલ અને એસટીડી અનલિમિટેડ વોઇસ કોલનો ફાયદો લઈ શકે છે. આ સિવાય જીયો એપ્સ જેમ કે જીયો ટીવી, જીયો સિનેમા, જીયો ન્યૂઝ, જીયો સિક્યોરિટી અને જીયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન પણ આ રિચાર્જ પ્લાનમાં ફ્રી છે. 


જીયોના 125 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. આ પ્લાનમાં દરરોજ 0.5 જીબી ડેટા મળે છે. એટલે કે ગ્રાહક કુલ 14 જીબી ડેટાનો ફાયદો લઈ શકે છે. આ સિવાય અનલિમિટેડ વોઇસ કોલ પણ આ પેકમાં ફ્રી છે. ગ્રાહક કુલ 300 એસએમએસ ફ્રી કરી શકે છે. આ સિવાય જીયો એપ્સ જેમ કે જીયો ટીવી, જીયો સિનેમા, જીયો ન્યૂઝ, જીયો સિક્યોરિટી અને જીયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન પણ આ રિચાર્જ પ્લાનમાં ફ્રી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube