નવી દિલ્હીઃ Reliance Jio એ હાલમાં પોતાના પ્રીપેડ પ્લાન્સને કેટેગરીમાં વિભાજીત કર્યા છે. મુકેશ અંબાણીની લીડરશિપવાળી જીયોએ સુપર વેલ્યૂ, બેસ્ટસેલર અને ટ્રેન્ડિંગ કેટેગરીમાં પ્રીપેડ પ્લાન્સ સામેલ કર્યા છે. કંપનીની પાસે 199 રૂપિયાની કિંમતમાં પોસ્ટપેડ અને પ્રીપેડ પ્લાન ઉપલબ્ધ છે. જીયોના 199 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનને બેસ્ટસેલર કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. આવો તમને જણાવીએ જીયોના 199 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં મળનાર ફાયદાઓ વિશે.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

199 રૂપિયાવાળો જીયોનો પ્લાન
જીયોના 199 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. આ પ્લાનમાં દરરોજ 1.5 હાઈ-સ્પીડ ડેટા ઓફર કરવામાં આવે છે. એટલે કે ગ્રાહક કુલ 42 જીબી ડેટાનો ફાયદો લઈ શકે છે. દરરોજ મળનાર ડેટા પૂરો થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. 


આ પણ વાંચોઃ WhatsApp ની પ્રાઇવેસી પોલિસી પર લાગશે રોક! કેંદ્રએ HC ને કરી આ અપીલ


વાત કરીએ વોઇસ કોલની તો જીયોના આ રિચાર્જ પ્લાનમાં દરેક નેટવર્ક પર દેશભરમાં લોકલ અને એસટીડી કોલ ફ્રી છે. આ સિવાય ગ્રાહક દરરોજ 100 SMS પણ ફ્રીમાં મોકલી શકે છે. જીયોના આ પ્લાનમાં જીયો ટીવી, જીયો સિનેમા, જીયો ન્યૂઝ, જીયો સિક્યોરિટી અને જીયો ક્લાઉડ જેવી એપ્સનું એક્સેસ ફ્રી મળે છે. 


વાત કરીએ 199 રૂપિયાવાળા જીયો પોસ્ટપેડ પ્લાનની તો આ પ્લાન એક બિલ સાઇકલની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કુલ 25જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ ડેટા પૂરો થયા બાદ 20 રૂપિયા પ્રતિ જીબી હિસાબથી ચાર્જ કરવામાં આવે છે. અનલિમિટેડ એસટીડી અને લોકલ કોલ પણ મળે છે. ગ્રાહક દરરોજ 100 એસએમએસનો લાભ લઈ શકે છે. આ સિવાય જીયોના આ પ્લાનમાં જીયો ટીવી, જીયો સિનેમા, જીયો ન્યૂઝ, જીયો સિક્યોરિટી અને જીયો ક્લાઉડ જેવી એપ્સનું એક્સેસ ફ્રી મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube