WhatsApp ની પ્રાઇવેસી પોલિસી પર લાગશે રોક! કેંદ્રએ HC ને કરી આ અપીલ

આ મામલે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરનાર ડો. સીમા સિંહ (Dr Seema Singh) એ કહ્યું કે વોટ્સએપ (WhatsApp) એ યૂઝર્સને ફેસબુક સાથે ડેટા શેર કરવા માટે પોતાની સહમતિ આપવા અથવા 8 ફેબ્રુઆરી બાદ તેમના એકાઉન્ટ બંધ કરવાની ધમકી આપી હતી.

WhatsApp ની પ્રાઇવેસી પોલિસી પર લાગશે રોક! કેંદ્રએ HC ને કરી આ અપીલ

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર (Central Government) એ દિલ્હી હાઇકોર્ટને આગ્રહ કર્યો છે કે તે વોટ્સઅપ (Whatsapp) ને તેની નવી પ્રાઇવેસી પોલિસી (Whatsapp New Privacy Policy) ને લાગૂ કરતાં રોકે. સરકારે કહ્યું કે વોટ્સએપ (WhatsApp) ની નવી નીતિના લીધે નાગરિકોના ડેટાનો મિસયૂઝનો ખતરો વધી જશે. 

કેન્દ્ર સરકરે હાઇકોર્ટમાં આપી એફિડેવિટ
કોર્ટમાં શુક્રવારે થયેલી સુનાવણીમાં કેન્દ્ર સરકારે એફિડેવિટ રજૂ કરી. આ એફિડેવિટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે 'આ વિનમ્રતાપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે કે વોટ્સએપ (WhatsApp) ને પોતાની નવી પ્રાઇવેસી પોલિસી (Whatsapp New Privacy Policy) ને લાગૂ કરવા માટે આ માનનીય ન્યાયાલય દ્રારા પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે કે 2 ફેબ્રુઆરીના રોજ સુનાવણી દરમિયાન કોર્ટે (Whatsapp New Privacy Policy) ની નવી પ્રાઇવેસી પોલિસીને પડકારના અરજી પર કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગોય હતો. ત્યારબાદ સરકારે પોતાનો જવાબ દાખલ કર્યો છે. 

ડો સીમા સિંહે દાખલ કરી છે અરજી
આ મામલે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરનાર ડો. સીમા સિંહ (Dr Seema Singh) એ કહ્યું કે વોટ્સએપ (WhatsApp) એ યૂઝર્સને ફેસબુક સાથે ડેટા શેર કરવા માટે પોતાની સહમતિ આપવા અથવા 8 ફેબ્રુઆરી બાદ તેમના એકાઉન્ટ બંધ કરવાની ધમકી આપી હતી. જોકે યૂઝર્સના ભારે વિરોધના કારણે 15 મે સુધી આ નીતિ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.  
 
ડો. સીમા સિંહે અરજીમાં કહ્યું કે ડેટાના સંબંધમાં કાનૂન ઘણી હદ સુધી સીમિત છે. તેને વિનિયમિત કરવા માટે એક કાર્યયોજના બનાવવાની જરૂર છે. અરજીમાં ભારતમાં કામ કરનાર તમામ એપ અને સંગઠનો પાસે નાગરિકોની ડેટાની સુરક્ષા માટે કોર્ટમાંથી સરકારે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. 

લોકોને ગોપનીયતા નીતિના વિકલ્પની માંગ
અરજીકર્તાએ હાઇકોર્ટને એ પણ આગ્રહ કર્યો છે કે તે વોટ્સએપ (WhatsApp) ને પોતાની નવી નીતિ (Whatsapp New Privacy Policy) ને પરત લેવા અથવા 4 જાન્યુઆરી 2021 ની ગોપનીયતા નીતિથી બહાર નિકળવાનો વિકલ્પ પ્રદાન કરે. જેમણે પ્રાઇવેસી પોલિસીનો સ્વિકાર કરી લીધો છે, તેમને પણ તેમાંથી બહાર કાઢવાનો વિકલ્પ પ્રદાન કરવામાં આવે. હવે કેન્દ્ર સરકાર (Central Government) નો જવાબ આવ્યા બાદ હાઇકોર્ટે આ મામલે આગામી સુનાવણી કરશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news