નવી દિલ્હીઃ Jio 2 best prepaid recharge plans : દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકોની જરૂરીયાતને સારી રીતે સમજે છે. તેથી કંપનીએ પોતાના રિચાર્જ પ્લાન્સના લિસ્ટમાં દરેક સેગમેન્ટ માટે ઘણા ઓપ્શન સામેલ કરી રહી છે. યૂઝર્સ પોતાની જરૂરીયાત પ્રમાણે રિચાર્જ કરાવી શકે છે. આજે અમે જિયોના બે પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ, જેની કિંમત 100 રૂપિયાથી ઓછી છે પરંતુ તેમાં ઘણી ઓફર્સ મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોના પ્રીપેડ રિચાર્જ પ્લાન્સના લિસ્ટમાં 91 રૂપિયા 75 રૂપિયાના બે પ્લાન છે, જે બેસ્ટ વેલ્યૂ ઓફર્સ પ્રોવાઇડ કરાવે છે. તેમાં લાંબી વેલિડિટી મળી રહે છે સાથે ઈન્ટરનેટ ડેટા પણ મળે છે. આવો આ પ્લાન વિશે જાણીએ. 


Jio નો 91 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન
જિયોના લિસ્ટમાં એક 91 રૂપિયાનો રિચાર્જ પ્લાન સામેલ છે. આ ખુબ સસ્તો પ્લાન છે. જો તમે એક એવા યૂઝર છો તેને લાંબી વેલિડિટી સાથે ફ્રી કોલિંગની સેવા જોઈએ તો આ પ્લાન તમારા માટે બેસ્ટ છે. 91 રૂપિયાના રિચાર્જમાં તમને 28 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જ પ્લાન પર દરરોજ 0.1 જીબી ડેટા મળે છે એટલે કે તમને એક મહિનામાં 3 જીબી ડેટા મળશે. 


આ પણ વાંચોઃ શું તમારો પણ મોબાઈલ ડેટા બપોર પહેલાં પૂરો થઈ જાય છે? data સેવ કરવા ફોલો કરો આ ટિપ્સ


આ સાથે તમને રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ વોયસ કોલિંગ અને 50 એસએમએસ પણ મળે છે. આ પ્લાનની સાથે તમને જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન મળી જાય છે. 


Jio નો 75 રૂપિયાવાળો પ્લાન
જિયોના લિસ્ટમાં 75 રૂપિયાવાળો એક નાનો પ્લાન પણ સામેલ છે. જોવામાં તો તમને આ એક સ્મોલ પેક લાગી શકે છે પરંતુ તેમાં ઘણા બેનિફિટ્સ મળે છે. આ પ્લાનની વેલિડિટી 23 દિવસની છે. આ રિચાર્જ પેકમાં તમને કુલ  2.5 GB ડેટા મળે છે. આ સાથે તેમાં તમને 23 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ મળે છે અને સાથે 50 એસએમએસ પણ મળે છે. 91 રૂપિયાવાળા પ્લાનની જેમ તમને જિયો સિનેમા, જિયો ક્લાઉડ, જિયો ટીવી, જિયો સિક્યોરિટી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. 


આ પણ વાંચોઃ સ્માર્ટફોન બરબાદ કરશે બાળપણ! યુવાનીમાં પણ નહીં છોડે, દરેક માતા-પિતા માટે......


માત્ર આ લોકોને મળશે ફાયદો
તમારે આ રિચાર્જ પ્લાનને લેતા સમયે તે વાત ધ્યાનમાં રાખવી પડશે કે આ પ્લાન માત્ર જિયો ફોન યૂઝર્સ માટે છે. જો તમારી પાસે જિયો ફોન છે તો તમે તેનો લાભ ઉઠાવી શકો છો. નોર્મલ જિયો ગ્રાહકના નંબર પર આ રિચાર્જ ન થઈ શકે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube