નવી દિલ્હીઃ રિલાયન્સ જીયોની પાસે ઘણા એવા રિચાર્જ પેક છે જે 28 દિવસની વેલિડિીની સાથે આવે છે. જીયોની પાસે કેટલાક એવા પેક પણ છે જે 2 જીબી ડેટા દરરોજ ઓફર કરે છે. આજે અમે તમને રિલાયન્સ જીયોના એક એવા રિચાર્જ પ્લાનની જાણકારી આપીશું. મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી જીયોના આ પેકમાં દરરોજ બે જીબી ડેટા મળે છે અને તેની વેલિડિટી 28 દિવસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

249 રૂપિયા વાળા રિલાયન્સ જીયો રિચાર્જ પેકની વેલિડિટી 28 દિવસ છે. આ પેકમાં ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. એટલે કે કુલ 56 જીબી ડેટાનો ફાયદો આ રિચાર્જ પેકમાં મળે છે. 


જીયોના આ પ્લાનમાં ડેટા સિવાય કોલિંગની પણ સુવિધા મળે છે. જીયો નેટવર્ક પર ગ્રાહક અનલિમિટેડ કોલિંગની મજા લઈ શકે છે, તો નોન-જીયો નેટવર્ક પર 1000 મિનિટ FUPની સાથે કોલિંગ મળી શકે છે. 249 રૂપિયા વાળા આ રિચાર્જ પેકમાં ગ્રાહકોને દરરોજ 100 એસએમએસ ફ્રી મળે છે. આ સાથે જીયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રી ઓફર કરવામાં આવે છે. 


ટ્વીટર પર પીએમ મોદીને વધુ એક સફળતા, ફોલોઅર્સની સંખ્યા થઈ 60 મિલિયન


આ સિવાય જીયોના 444 રૂપિયા, 599 રૂપિયા, 2399 રૂપિયા અને 2599 રૂપિયા વાળા રિચાર્જ પેકમાં પણ 2 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ બધા રિચાર્જ પેક અનલિમિટેડ કોલિંગની સાથે આવે છે.


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube