ટ્વીટર પર પીએમ મોદીને વધુ એક સફળતા, ફોલોઅર્સની સંખ્યા થઈ 60 મિલિયન
માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર (twitter) પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વધુ એક સફળતા મેળવી છે. પીએમ મોદીના ટ્વીટર એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા 60 મિલિયન એટલે કે 6 કરોડ થઈ ગઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર (twitter) પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વધુ એક સફળતા મેળવી છે. પીએમ મોદીના ટ્વીટર એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા 60 મિલિયન એટલે કે 6 કરોડ થઈ ગઈ છે. આ સમયે પીએમ મોદીને ટ્વીટર પર 6 કરોડ લોકો ફોલો કરે છે, જ્યારે પીએમ મોદી 2354 લોકોને ફોલો કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્વીટર પર ભારત જ નહીં વિશ્વના તે નેતાઓમાં સામેલ છે જેને સૌથી વધુ ફોલો કરવામાં આવે છે. નરેન્દ્ર મોદી ટ્વીટર પર હાજરી આપનાર ભારતના પ્રથમ નેતાઓમાંથી છે. તેમણે વર્ષ 2009મા ટ્વીટર પર પોતાનું એકાઉન્ટ શરૂ કર્યું હતું. તે સમયે કોંગ્રેસ નેતા શશિ થરૂર પણ ટ્વીટર પર આવ્યા હતા, પરંતુ ફોલોઅર્સના મામલામાં નરેન્દ્ર મોદીએ શશિ થરૂરને ઘણા પાછળ થોડી દીધા છે.
10 મહિનામાં મળ્યા એક કરોડ ફોલોઅર
સપ્ટેમ્બર 2019માં ટ્વીટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોલોઅર્સની સંખ્યા 5 કરોડ પહોંચી હતી. આ રીતે માત્ર 10 મહિનામાં તેમને ટ્વીટર પર 1 કરોડ લોકોએ ફોલો કર્યા છે.
ઓબામા અને ટ્રમ્પ પીએમ મોદીથી આગળ
મહત્વનું છે કે ફોલોઅર પ્રમાણે આ સમયે ટ્વીટર પ સૌથી મોટી હસ્તી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા છે. ઓબામાને પીએમ મોદીથી બમણા લોકો ફોલો કરે છે. આ સમયે ટ્વીટર પર તેમના ફોલોઅરની સંખ્યા 120.7 મિલિયન એટલે કે 12 કરોડથી વધુ છે.
ત્યારબાદ નંબર આવે છે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો. ડોનાલ્ડ ટ્રમ્પના ફોલોઅર્સની સંખ્યા 83.7 મિલિયન એટલે કે 8 કરોડ 37 લાખ છે.
ટ્વીટર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંચારનું પ્રભાવશાળી માધ્યમથી છે. તેના દ્વારા પીએમ ન માત્ર દેશના લોકો સાથે સંવાદ કરે છે પરંતુ મહત્વની જાહેરાત પણ કરે છે. ટ્વીટર દ્વારા દેશ-વિદેશના શક્તિશાળી લોકો સાથે જોડાયેલા રહે છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે