નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) પાછલા વર્ષથી વધુમાં વધુ ગ્રાહકોને પોતાના તરફ ખેંચવા માટે ઘણા પ્રકારની સર્વિસ અને પ્લાન લોન્ચ કર્યા હતા. કંપનીએ ક્રિકેટ લવર્સને પોતાના ગ્રાહક બનાવવા માટે ખાસ ક્રિકેટ પેક પણ રજૂ કર્યા. જીયોની પાસે 499 રૂપિયાવાળુ ક્રિકેટ પેક હાજર છે. આજે અમે તમને જણાવીએ આ પેકમાં શું ખાસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

499 રૂપિયાવાળો જીયો ક્રિકેટ પ્લાન
જીયોના 499 રૂપિયાવાળા ક્રિકેટ પેકની વેલિડિટી 56 દિવસ છે. આ પેકમાં દરરોજ 1.5 જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે. દરરોજ મળનાર ડેટાની લિમિટ ખતમ થયા બાદ સ્પીડ  64Kpbs રહી જાય છે. ગ્રાહક કુલ 84 જીબી હાઈ-સ્પીડ ડેટાનો ફાયદો આ પ્લાનમાં લઈ શકે છે. જીયોના આ પ્લાનમાં વોઇસ કોલ અને એસએમએસની સુવિધા મળતી નથી. જીયો ગ્રાહકોને 499 રૂપિયાવાળા પ્લાનમાં જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ઓફર કરવામાં આવે છે. 


આ પણ વાંચોઃ 148 રૂપિયાનો શાનદાર પ્લાન, અનલિમિડેટ કોલ, ડેટા અને ધમાકેદાર ઓફર્સ 


આ સિવાય જીયોની પાસે 777 રૂપિયા, 2121 રૂપિયા, 555 રૂપિયા, 399 રૂપિયા અને 199 રૂપિયાવાળો પ્લાન પણ છે જેમાં 1.5 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. જીયોના આ પ્લાનની વેલિડિટી ક્રમશઃ 84 દિવસ, 336 દિવસ, 84 ગિવસ, 56 દિવસ અને 28 દિવસ છે. પરંતુ આ બધા પ્લાનમાં અનલિમિટેડ કોલ ઓફર કરવામાં આવે છે. સાથે આ પ્લાનમાં રિચાર્જ કરાવવા પર ગ્રાહક દરરોજ 100 SMS મોકલી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube