Vodafone Idea નો 148 રૂપિયાવાળો પ્લાન હવે દેશભરમાં ઉપલબ્ધ, જાણો ફાયદા
Vodafone Idea ના 148 રૂપિયા વાળા પ્લાનમાં અનલિમિડેટ કોલ અને 1 જીબી ડેટા દરરોજ મળે છે. આ પ્લાનમાં અન્ય ફાયદા પણ ગ્રાહકને મળી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ Vodafone Idea (Vi) એ દેશભરમાં 148 રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન ઉપલબ્દ કરાવી દીધો છે. આ પ્લાનનો ફાયદો દેશભરના બદા સર્કલમાં લઈ શકાય છે. આંધ્ર પ્રદેશ, અસમ, બિહાર, ચેન્નઈ, દિલ્હી, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર અને ગોવા, મુંબઈ, નોર્થ ઈસ્ટ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ (ચેન્નઈને છોડીને), યૂપી ઈસ્ટ, યૂપી વેસ્ટ અને વેસ્ટ બેંગાલ આ લિસ્ટમાં સામેલ છે.
વોડાફોનના 148 રૂપિયા વાળા પ્લાનમાં 1 જીબી ડેટા દરરોજ મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. આ સિવાય અનમિલિડેટ કોલિંગ પણ આ પેકમાં ઓફર કરવામાં આવે છે. ગ્રાહક Vi Movies and TV ના ફ્રી સબ્સક્રિપ્શનનો ફાયદો પણ લઈ શકે છે. દરરોજ 100 એસએમએસ પણ મળશે.
આ પણ વાંચોઃ Reliance Jio નો ધાંસૂ પ્લાન, એક મહિનો દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલ, મળશે હાઈ સ્પીડ ડેટા
વાત કરીએ બીજી ટેલિકોમ કંપનીઓની તો જીયોની પાસે 149 રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન છે, જેમાં 1 જીબી ડેટા દરરોજ મળે છે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસ છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલ અને 100 SMS દરરોજ મળે છે.
એરટેલની પાસે પણ 148 રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન છે, જેમાં 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે અને તેમાં 100 એસએમએસ મળે છે. આ પ્લાનમાં પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન, વિંક મ્યૂઝિક, ફ્રી હેલોડ્યૂન્સ અને એરટેલ એક્સટ્રીમનું એક્સેસ ફ્રી છે.
મહત્વનું છે કે TRAIના રિપોર્ટમાં જાણવા મળ્યું કે, વોડાફોન આઈડિયાએ ડિસેમ્બર 2020માં 5.7 મિલિયન સબ્સક્રાઇબર્સ ગુમાવ્યા છે. એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે કંપની કુલ 34.9 મિલિયન ગ્રાહક ગુમાવી ચુક્યા છે. પરંતુ Ookla ના એક રિપોર્ટમાં Vi ને 2020ના છેલ્લા ક્વાર્ટરમાં સૌથી વધુ ઈન્ટરનેટ સ્પીડ વાળી ટેલિકોમ કંપનીનો ખિતાબ મળ્યો છે. મહત્વનું છે કે હાલમાં Vi એ રાતના 12 કલાકથી સવારે 6 કલાક વચ્ચે હાઈ સ્પીડ ડેટા ફ્રી આપવાની જાહેરાત કરી હતી. કંપનીનો ઇરાદો આ ઓફર દ્વારા ગ્રાહકોને પોતાની સાથે જાળવી રાખવા અને નવા યૂઝર્સને આકર્ષિત કરવાનું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે