નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) યૂઝર્સને પ્રીપેડ પ્લાન્સનું લાંબુ લિસ્ટ ઓફર કરે છે. કંપનીની પાસે એવા ઘણા પ્લાન છે, જેમાં ફ્રી કોલિંગ અને ડેટાની સાથે બીજા ફાયદા પણ મળે છે, તો યૂઝર્સની વાત કરીએ તો તેને ઓછી કિંમતમાં વધુ બેનિફિટ વાળા પ્લાન્સની જરૂર રહેતી હોય છે. તેથી અમે અહીં તમને રિલાયન્સ જીયો (Reliance Jio) ના સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં 24 જીબી સુધી ડેટા અને લગભગ એક વર્ષની વેલિડિટી આપવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ જીયોનો 129 રૂપિયા વાળો પ્લાન
જીયોના આ પ્લાનમાં તમને 2જીબી ડેટા મળશે. 28 દિવસની વેલિડિટીની સાથે આવનારા આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ ઓફર કરવામાં આવી રહ્યો છે. દરરોજ 300 ફ્રી એસએમએસ ઓફર કરતા આ પ્લાનમાં સબ્સક્રાઇબર્સને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


આ પણ વાંચોઃ WhatsApp ના Users પર Signal ની નજર! જાણો કેમ ઉઠી રહ્યા છે આ સવાલો


જીયોનો 329 રૂપિયા વાળો પ્લાન
84 દિવસની વેલિડિટીની સાથે આવનાર આ પેકમાં 1000 ફ્રી એસએમએસ અને અનલિમિડેટ કોલિંગ ઓફર કરવામાં આવે છે. ડેટાની વાત કરીએ તો પ્લાનમાં કંપની કુલ 6જીબી ડેટા ઓફર કરી રહી છે. પ્લાનની ખાસ વાત છે કે તેમાં જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. 


આ પણ વાંચોઃ Jio 598 vs Airtel 598: બેનિફિટ્સ અને વેલિડિટીમાં મોટો તફાવત, જાણો ક્યાં પ્લાનમાં થશે ફાયદો


જીયોનો 1299 રૂપિયા વાળો પ્લાન
જીયોનો આ પ્લાન 336 દિવસની વેલિડિટીની સાથે આવે છે. પ્લાનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારને 24જીબી ડેટા મળે છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ બેનિફિટ અને 3600 ફ્રી એસએમએસ ઓફર કરે છે. પ્લાનનું રિચાર્જ કરાવનાર યૂઝર્સને જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 
 


ટેક્નોલોજીના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube