Whatsapp ને કોપી કરી Signal એ લોન્ચ કર્યા આ ફીચર્સ, જાણો તમને કેવી રીતે મળશે ફાયદો

WhatsApp ની નવી પ્રાઈવેસી પોલિસીને લઇને દેશવ્યાપી અને ત્યારબાદ તેની સ્પષ્તા છતાં Signal App ના યુઝર્સ સતત વધી રહ્યા છે. માર્કેટમાં પોતાને WhatsApp થી વધુ પ્રભાવી સાબિત કરવા અને ટક્કર આપવા માટે Signal નવા નવા ફીચર્સ લાવી રહ્યું છે

Whatsapp ને કોપી કરી Signal એ લોન્ચ કર્યા આ ફીચર્સ, જાણો તમને કેવી રીતે મળશે ફાયદો

નવી દિલ્હી: WhatsApp ની નવી પ્રાઈવેસી પોલિસીને લઇને દેશવ્યાપી અને ત્યારબાદ તેની સ્પષ્તા છતાં Signal App ના યુઝર્સ સતત વધી રહ્યા છે. માર્કેટમાં પોતાને WhatsApp થી વધુ પ્રભાવી સાબિત કરવા અને ટક્કર આપવા માટે Signal નવા નવા ફીચર્સ લાવી રહ્યું છે. WhatsApp પર Users ની નારાજગીનો ફાયદો ઉઠાવવામાં Signal કોઈ કસર છોડી રહ્યું નથી.

આ ફીચર્સથી ફરી ચર્ચામાં Signal
Signal હાલની વેલ્યૂ એડિશન દ્વારા બજારમાં પોતાની બાદશાહત સાબિત કરવા ઉત્સુક દેખાઈ રહ્યું છે. જો કે, Signal દ્વારા WhatsApp જેવો એક્સપીરિઅન્સ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વધુમાં વધુ યૂઝર્સને આકર્ષિત કરવા માટે નવા નવા ફીચર્સ લાવી રહ્યું છે. Signal એ WhatsApp જેવા જ ફીચર્સ લોન્ચ કર્યા છે. તાજેતરમાં એડ ઓનની વાત કરીએ તો હવે Signal એ 5.3 અપડેટ દ્વારા એન્ડ્રોઈડ અને iOS એપમાં ચેટ વોલપેપર્સ એડ કર્યું છે. ત્યારે Signal App માં કોલ્સ દરમિયાન ઓછો ડેટા યૂઝ કરવા માટે એક સેટિંગ એડ કરવામાં આવ્યું છે.

કંપનીએ જાતે ટ્વીટ કરી ફીચર્સની આપી જાણકારી

— Signal (@signalapp) January 28, 2021

ચેટ વોલપેપરની ચર્ચા
Signal App યૂઝર્સ હવે એન્ડ્રોઈડ અને iOS એપમાં ચેટ વોલપેપર્સને બદલી શકે છે. તેના અંતર્ગત હવે યૂઝર્સ દરેક ચેટ માટે અલગ બેકગ્રાઉન્ડ સેટ કરી શકે અથવા તમામ ચેટ માટે કોઈ ડિફોલ્ટ બેકગ્રાઉન્ડ સેટ કરી શકે છે. તેના માટે માત્ર તમારે Signal App ના સેટિંગમાં જઈ Appearance ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ચેટ વોલપેપર પર ક્લિક કરવાનું રહશે.

આ રહ્યું 'About' ઓપ્શન
Signal એ WhatsApp ના 'About' ઓપ્શનની કોપી કરી છે. Signal એપમાં હવે કસ્ટમ About ઓપ્શન્સને જોડવામાં આવ્યું છે, જે યૂઝર્સને પોતાના કોન્ટેક્ટ અને સ્ટેટ્સને એડ કરવાનું ઓપ્શન આપે છે. Signal એપના સેટિંગ મેનૂમાં જઈ તેને સેટ કરી શકાય છે.

લો ડેટા મોડ પણ ઉમેર્યું
Signal એ લો-ડેટા મોડ પણ ઉમેર્યું છે. એટલે કે, હવે ખુબજ સંતુલિત ડેટામાં કોલિંગ થઈ શકે છે. તેના માટે સિગ્નલ યૂઝર્સને મોબાઈલ ડેટા પર અથવા WiFi પર કોલ કરવાનો ઓપ્શન મળશે. એન્ડ્રોઈડ યૂઝર્સના નવા સેટિંગ એડ કરવા માટે પ્રોફાઈલ પર ટેપ કર્યા બાદ ડેટા એન્ડ સ્ટોરેજ સિલેક્ટ કરવું. ત્યારે આ સુવિધા માટે iOS યૂઝર્સને ડેટા યૂઝ નામનું ઓપ્શન જોવા મળશે. આ એન્ડઓન અંતર્ગત યૂઝર્સને હવે 'Use less data for calls' સેક્શન પણ જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news