નવી દિલ્હીઃ લાંબી વેલિડિટી સાથે ટેલીકોમ કંપની મિડ-ટર્મ પ્લાન પણ ઓફર કરે છે. આ પ્લાન તમને લગભગ બે મહિનાની વેલિડિટી ઓફર કરે છે. જો 500 રૂપિયાથી ઓછા બજેટની વાત કરીએ તો ત્રણ કંપનીઓ પાસે 479 રૂપિયાનો પ્લાન આવે છે, જે 56 દિવસ સુધી ચાલે છે. અહીં અમે તમને રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાના પ્લાનની તુલના કરવાના છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોનો 479 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના આ પ્લાનમાં 56 દિવસની વેલિડિટી સાથે દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. આ રીતે ગ્રાહકોને કુલ 84 જીબી ડેટા મળે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે 100 એસએમએસ દરરોજ મળે છે. આ સિવાય પ્લાનમાં જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


આ પણ વાંચોઃ FB, Insta અને Twitter બધા પર જોઈએ છે Blue Tick? આ રીતે વેરિફાઈ કરો સોશિયલ મીડિયા પ્રોફાઈલ


એરટેલનો 479 રૂપિયાનો પ્લાન
એરટેલના આ પ્લાનમાં મોટા ભાગની સુવિધાઓ જિયો પ્લાન જેવી જ છે. તેમાં તમને 56 દિવસની વેલિડિટી અને દરરોજ 1.5 જીબી ડેટા (કુલ 84 જીબી ડેટા) મળે છે આ સાથે અનલિમિટેડ કોલિંગ અને એસએમએસની સુવિધા મળે છે. તો પ્લાનમાં ફ્રી હેલોટ્યૂન્સ, વિંક મ્યૂઝિક, ફાસ્ટેગ પર 100 રૂપિયા કેશબેક જેવી સુવિધા પણ મળે છે. 


વોડાફોન-આઈડિયાનો 479 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં પણ તમને બંને પ્લાનની જેમ 56 દિવસની વેલિડિટી, દરરોજ 1.5 જીબી ડેટા, વોઇસ કોલિંગ, દરરોજ 100 એસએમએસ મળે છે. તો રાત્રે 12થી સવારે 6 કલાક સુધી ફ્રી ડેટા, વીકેન્ડ ડેટા રોલઓવર અને  Vi Movies and TV નું ફ્રી એક્સેસ મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube