1 દિવસનો ખર્ચ માત્ર 4.7 રૂપિયા, 84 દિવસની વેલિડિટી સાથે આવતા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
આજે તમને સૌથી સસ્તા 84 દિવસવાળા રિચાર્જ પ્લાન વિશે માહિતી આપીશું. આ પ્લાન્સ રિલાયન્સ જીયોની પાસે છે.
નવી દિલ્હીઃ ત્રણ પ્રાઇવેટ ટેલીકોમ કંપનીઓ Reliance Jio, Airtel, Vodafone Idea એ ભલે પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા હોય, પરંતુ હજુ પણ ઘણા પ્રીપેડ પ્લાન તમને ખુબ ઓછી કિંમતમાં શાનદાર બેટિફિટ્સ ઓફર કરી રહી છે. અમે તમને આવા પ્લાન્સ વિશે માહિતી આપીશું. આજે તમને સૌથી સસ્તા 84 દિવસવાળા રિચાર્જ પ્લાન વિશે માહિતી આપીશું. આ પ્લાન્સ રિલાયન્સ જીયોની પાસે છે.
395 રૂપિયામાં 84 દિવસની વેલિડિટી
Reliance Jio ની પાસે સૌથી સસ્તો 84 દિવસનો પ્લાન છે. તેની કિંમત 395 રૂપિયા છે. એટલે કે એક દિવસનો ખર્ચ 4.7 રૂપિયા છે. પ્લાનમાં તમને કુલ 6 જીબી ડેટા આપવામાં આવે છે. આ ડેટાનો ઉપયોગ તમે વેલિડિટી દરમિયાન ગમે ત્યારે કરી શકો છો. આ સિવાય તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને કુલ 1000 એસએમએસ આપવામાં આવે છે. સાથે JioTV, JioCinema, JioSecurity અને JioCloud એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
આ પણ વાંચોઃ જબરદસ્ત ડીલ! 10 હજાર રૂ સસ્તામાં ખરીદો OnePlus નો શાનદાર 5G સ્માર્ટફોન
Vodafone idea નો સૌથી સસ્તો 84 દિવસનો પ્લાન
વોડાફોન આઈડિયા 459 રૂપિયામાં 84 દિવસની વેલિડિટી ઓફર કરે છે. જો ગ્રાહક ડેટાની જગ્યાએ લાંબી વેલિડિટીની શોધમાં છે તે આ પ્લાન પર વિચાર કરી શકે છે. આ પ્લાનમાં 6 જીબી ડેટા બેનિફિટ, 1000 SMS અને અનલિમિટેડ કોલની સુવિધા મળે છે. પ્લાન હેઠળ વીઆઈ મૂવીઝ અને ટીવીનું એક્સેસ પણ મળે છે.
Airtel નો સૌથી સસ્તો 84 દિવસનો પ્લાન
એરટેલની પાસે પણ 455 રૂપિયામાં 84 દિવસની વેલિડિટીવાળો પ્લાન છે. તેમાં વોડાફોન આઈડિયાની જેમ છ જીબી ડેટા, 900 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ સિવાય Prime Video ફ્રી ટ્રાયલ, ફ્રી હેલોટ્યૂન્સ, વિંક મ્યૂઝિક ફ્રી જેવી સુવિધાઓ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube