નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો (Reliance Jio) અને વોડાફોન-આઇડિયા (Vi) યૂઝર્સને ઘણા શાનદાર પ્રીપેડ પ્લાન ઓફર કરી રહ્યાં છે. પ્રીપેડ પ્લાન સિવાય આ બંને કંપનીઓના પોર્ટફોલિયોમાં જબરદસ્ત પોસ્ટપેડ પ્લાન પણ છે. બંને કંપનીઓ યૂઝર્સને દરેક કેટેગરીના શાનદાર પોસ્ટપેડ પ્લાન ઓફર કરી રહ્યાં છે. તો તમે એક સસ્તા પોસ્ટપેડ પ્લાનને શોધી રહ્યાં છો તો જિયો અને વોડાની પાસે તમારા માટે એક બેસ્ટ પ્લાન હાજર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે વાત કરી રહ્યાં છીએ જિયો અને વોડાફોન-આઈડિયાના 399 રૂપિયાવાળા પ્લાનની. આ પ્લાનમાં યૂઝર્સને ફ્રી 50 જીબી એક્સ્ટ્રા ડેટા મળી રહ્યો છે. તો જિયોના આ પોસ્ટપેડ પ્લાન નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વીડિયોના ફ્રી સબ્સક્રિપ્શન સાથે આવે છે. આવો જાણીએ વિગત....


રિલાયન્સ જિયોનો 399 રૂપિયાનો પ્લાન
જિયોના આ પ્લાનમાં તમને ઈન્ટરનેટ યૂઝ કરવા માટે ટોટલ 75જીબી ડેટા મળશે. ડેટા લિમિટ પૂરી થયા બાદ પ્રતિ જીબી ડેટા માટે તમારે 10 રૂપિયા ખર્ચ કરવો પડશે. કંપની આ પ્લાનમાં 200જીબી ડેટા રોલઓવર બેનિફિટ આપી રહી છે. દરરોજ 100 ફ્રી એસએમએસ ઓફર કરનાર જિયો માટે પોસ્ટપેડ પ્લાનમાં તમને દેશભરમાં તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગ પણ મળશે. જિયોનો આ પ્લાન ઘણા એડિશનલ બેનિફિટ સાથે આવે છે, જેમાં નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વીડિયોનું ફ્રી સબ્સક્રિપ્શન પણ સામેલ છે. 


આ પણ વાંચોઃ મોકો છે લૂંટી લો, જબરદસ્ત કાર ઓફર, મળી રહ્યું છે સવા લાખનું બમ્પર ડિસ્કાઉન્ટ


વોડાફોન-આઈડિયાનો 399 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન
વોડાફોન-આઈડિયાનો આ સસ્તો પ્લાન 40જીબી મંથલી ડેટા ઓફર કરે છે. પ્લાન ઓનલાઇન સબ્સક્રાઇબ કરનાવનાર યૂઝર્સને ફ્રીમાં 50 ટકા એક્સ્ટ્રા ડેટા મળશે. આ પ્લાનમાં કંપની દરરોજ 100 ફ્રી એસએમએસની સાથે 200 જીબી ડેટા રોલઓવર પણ આપી રહી છે. વોડાફોનનો આ પ્લાન ઝી5 પ્રીમિયમના ફ્રી સબ્સક્રિપ્શન સાથે આવે છે. આ સિવાય તમને Vi Movies and TV એપનું વીઆઈપી સબ્સક્રિપ્શન પણ મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube