નવી દિલ્હીઃ જિયો તરફથી પ્લાનની કિંમતમાં વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ આ સાથે યૂઝર્સને કંપની તરફથી એક ભેટ આપવામાં આવી છે. જિયો તરફથી સાથે બે નવી મોબાઈલ એપ્લીકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. તે જિયો સેફ અને જિયો ટ્રાન્સલેટના નામથી માર્કેટમાં ઉતારવામાં આવી છે. તે જિયો યૂઝર્સનો એક્સીપિરિયન્સ શાનદાર બનાવવાની છે. જિયો દ્વારા ભાવ વધારવાની સાથે યૂઝર્સને થોડી રાહત જરૂર મળવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio Safe-
Jio Safe નું અત્યારે ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે, પરંતુ બાદમાં તમે તેને ખરીદવું પડશે અને તે માટે દર મહિને 199 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. તેવામાં કહી શકાય છે કે સિક્યોર કોલિંગ, મેસેજિંગ અને ફાઈલ ટ્રાન્સફર માટે તે ખુબ સારો ઓપ્શન સાબિત થવાનો છે. આ એપમાં પર્સનલ અને બિઝનેસ કમ્યુનિકેશન માટે સિક્યોરિટી પ્રોવાઇડ કરાવવામાં આવી છે. સાથે થ્રેટથી બચવા માટે આ એપને લાવવામાં આવી છે. 


આ પણ વાંચોઃ Jio બાદ હવે એરટેલે પણ ગ્રાહકોને આપ્યો મસમોટો ઝટકો! રિચાર્જ પ્લાન મોંઘાદાટ કર્યા


Jio Translate-
Jio Translate એપ પણ એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. તેમાં  AI-પાવર્ડ મલ્ટી-લેંગ્વેજ કમ્યુનિકેશન ટૂલ આપવામાં આવ્યું છે. તે માટે મહિને 99 રૂપિયાની ચુકવણી કરવી પડશે. આ એપની મદદથી વોયસ કોલ્સ, વોયસ મેસેજ, ટેક્સ્ટ અને તસવીરોને અલગ-અલગ ભાષાઓમાં ટ્રાન્સલેટ કરી શકો છો. એટલે કે આ એપ તમારો સ્માર્ટફોન યૂઝ કરવાનો અનુભવ ખુબ શાનદાર બનાવશે.


એક વર્ષ માટે ફ્રી
જિયો યૂઝર્સે એક વર્ષ સુધી આ એપ્સ માટે કોઈ ચુકવણી કરવી પડશે નહીં. બંને એપ એક વર્ષ માટે સાવ ફ્રી આપવામાં આવી રહી છે. આ ઓફર 298 રૂપિયા પ્રતિ મહિને રહેવાની છે. કારણ કે ત્યારબાદ આ બંને એપ્સનું સબ્સક્રિપ્શન ખરીદવું પડશે. પરંતુ આ નિર્ણય પ્લાનની કિંમત વધારવા સાથે લેવામાં આવ્યો છે, જે યૂઝર્સને થોડી રાહત આપવાનો છે.