Jio બાદ હવે એરટેલે પણ ગ્રાહકોને આપ્યો મસમોટો ઝટકો! રિચાર્જ પ્લાન મોંઘાદાટ કર્યા, નવા ભાવ જાણવા લિસ્ટ ચેક કરો

Airtel Tariff Hike: એરટેલે ટેરિફમાં 10-21% સુધીનો વધારો કર્યો છે. નવા પ્લાન મુજબ હવે 179 નો પ્લાન 199 રૂપિયામાં મળશે. પ્રીપેઈડ ટેરિફમાં સરેરાશ 70 પૈસા પ્રતિ દિનથી ઓછાનો વધારો છે. પોસ્ટપેઈડ પ્લાનમાં 10-20% નો વધારો ઝીંકાયો છે

Jio બાદ હવે એરટેલે પણ ગ્રાહકોને આપ્યો મસમોટો ઝટકો! રિચાર્જ પ્લાન મોંઘાદાટ કર્યા, નવા ભાવ જાણવા લિસ્ટ ચેક કરો

રિલાયન્સ બાદ હવે એરટેલે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. રિલાયન્સ જિયોના પગલે ચાલતા ભારતી એરટેલે પણ પોતાના ટોપ અપ પ્લાન મોંઘા કર્યા છે. તેનો ફરક સીધો ગ્રાહકોના ખિસ્સા પર પડશે. હવે એરટેલ યૂઝર્સે વધુ કિંમત ચૂકવીને ટોપ અપ પ્લાન ખરીદવા પડશે. આ વધારો પ્રીપેઈડ અને પોસ્ટપેઈડ ટેરિફ પ્લાનમાં કરવામાં આવ્યો છે. 

એરટેલે ટેરિફમાં 10-21% સુધીનો વધારો કર્યો છે. નવા પ્લાન મુજબ હવે 179 નો પ્લાન 199 રૂપિયામાં મળશે. પ્રીપેઈડ ટેરિફમાં સરેરાશ 70 પૈસા પ્રતિ દિનથી ઓછાનો વધારો છે. પોસ્ટપેઈડ પ્લાનમાં 10-20% નો વધારો ઝીંકાયો છે. 399 રૂપિયાવાળો પોસ્ટપેઈડ પ્લાન હવે 449 રૂપિયામાં મળશે. વધેલા ભાવ 3 જુલાઈથી લાગૂ થશે. એવું કહેવાય છે કે જલદી વોડાફોન-આઈડિયા પણ ત્યારબાદ હવે ટોપ અપ પ્લાન મોંઘા કરી શકે છે. 

એરટેલ ટેરિફ રિવાઈઝ્ડ MRP

fallback

પોસ્ટપેઈડ પ્લાન
₹449 વાળો પ્લન- આ રિચાર્જમાં તમને 40 જીબીનો ડેટા મળશે જેને તમે આગામી મહિના માટે પણ કેરી ફોરવર્ડ કરી શકો છો. આ સાથે અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 એસએમએસ અને Xstream Premiumનું સબસ્ક્રિપ્શન પણ સામેલ છે. 

₹549 વાળો પ્લાન- તેમાં તમને 75 જીબી ડેટા મળશે. જેને તમે કેરી ફોરવર્ડ કરી શકો છો. અનલિમિટેડ કોલિંગ, રોજના 100 એસએમએસ, Xstream Premium, 12 મહિના માટે Disney+Hotstar અને 6 મહિના માટે Amazon Prime સબસ્ક્રિપ્શન મળે છે. 

₹699 વાળો પ્લાન- આ સમગ્ર પરિવાર માટે સારો છે. જેમાં 105 જીબી ડેટા મળે છે. જેને તમે આગામી મહિના માટે પણ કેરી ફોરવર્ડ કરી શકો છો. અનલિમિટેડ  કોલિંગ, રોજના 100 એસએમએસ, Xstream Premium, 12 મહિના માટે Disney+Hotstar, 6 મહિના માટે અમેઝોન પ્રાઈમ, અને 2 કનેક્શન માટે Wynk Premiumનું સબસ્ક્રિપ્શન પણ મળે છે. 

₹999 વાળો પ્લાન- આ મોટા પરિવારો માટે સારો છે. તેમાં 190GB ડેટા મળે છે. જેને તમે આગામી મહિના માટે કેરી ફોરવર્ડ કરી શકો છો. આ સાથે જ અનલિમિટેડ કોલિંગ, રોજના 100 એસએમએસ,  Xstream Premium, 12 મહિના માટે Disney+Hotstar અને 4 કનેકશન માટે અમેઝોન પ્રાઈમનું સબસ્ક્રિબ્શન પણ મળે છે. 

ડેટા એડ-ઓન પ્લાન
₹22 વાળો પ્લાન- આ પ્લાન પહેલા 19 રૂપિયાનો હતો. પરંતુ હવે તેની કિમત 22 રૂપિયા થઈ ગઈ છે. તેમાં તમને એક દિવસ માટે 1 જીબી વધારાનો ડેટા મળશે. 

₹33 વાળો પ્લાન- આ પ્લાન પહેલા 29 રૂપિયાનો હતો. પરંતુ હવે તેની કિંમત 33 રૂપિયા થઈ ગઈ. તેમાં તમને 1 દિવસ માટે 2GB વધારાનો ડેટા મળશે. 

₹77 વાળો પ્લાન- જે પહેલા 65 રૂપિયાનો હતો પરંતુ હવે તેની કિંમત 77 રૂપિયા થઈ ગઈ છે. તેમાં તમને એક્ટિવ પ્લાન માન્યતા સાથે 4 જીબી વધારાનો ડેટા મળશે. 

— ANI (@ANI) June 28, 2024

અત્રે જણાવવાનું કે હાલમાં જ રિલાયન્સ જિયોએ પણ રિચાર્જ પ્લાન મોંઘા કર્યા. આ અંગે કંપનીએ બુધવારે જાણકારી પણ આપી દીધી હતી. જિયો તરફથી કહેવાયું હતું કે રિચાર્જ પ્લાન્સ 15 થી 25 ટકા સુધી મોંઘા થવાના છે. રિલાયન્સ જિયોના નવા પ્લાન 3 જુલાઈથી લાગૂ થવાના છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news