નવી દિલ્હી:  Reliance Jio ઓછા પૈસામાં વધુ ઈન્ટરનેટ આપવા માટે જાણીતું છે. બાકી ટેલિકોમ કંપનીઓ પણ યૂઝર્સને પોતાના તરફ ખેંચવા માટે અનેક લોભામણી ઓફર લાવે છે. જિયો પાસે બે એવા વાર્ષિક પ્લાન છે જે ખુબ લોકપ્રિય છે. એક પ્લાન 2397 રૂપિયાનો અને બીજો 2399 રૂપિયાનો છે. બે રૂપિયા વધુવાળો પ્લાન એટલે કે 2399 રૂપિયાવાળા પ્લાનમાં તમને બમણો ડેટા મળે છે. જાણો આ પ્લાન વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોનો 2397 વાળો પ્લાન
આ એક વાર્ષિક પ્લાન છે જે અનલિમિટેડ કોલ અને Jio એપ્સ સાથે 365 દિવસ માટે 365GB ડેટા આપે છે. યોજનામાં ડેઈલી ડેટા લિમિટ નથી. આથી યૂઝર્સ માટે કોઈ પણ લિમિટ વગર આ ડેટાનો ઉપયોગ થઈ શકે છે. જિયોનો બીજો પ્લાન ફક્ત 2 રૂપિયા મોંઘો છે પણ આ 2399 વાળો પ્લાન ડેટા મામલે શાનદાર છે. 


જિયોનો 2399 વાળો પ્લાન
આ પ્લાન અનલિમિટેડ ઓનનેટ કોલ અને પ્રતિદિન 100 એસએમએસ અને 365 દિવસની માન્યતા સાથે 2જીબી ડેઈલી ડેટા આપે છે. એટલે કે પ્લાનમાં કુલ 730 જીબી ડેટા મળે છે. જો કે તેમા ડેઈલી ડેટા મર્યાદા છે. તમે 2 જીબી ડેટા પ્રતિદિન વાપરી શકો. આ યોજના હવે કોઈ પણ નેટવર્ક પર ડોમેસ્ટિક કોલ પ્રદાન કરે છે. જિયો રોજના 100  એસએમએસ અને જિયો એપ્સનું કોમ્પ્લિમેન્ટરી સબસ્ક્રિપ્શન પણ આપે છે. 


જો તમે ડેઈલી ડેટા પ્લાન (પ્રતિદિન ડેટા મર્યાદાવાળા પ્લાન) ન લેવા માંગતા હોવ તો 2397 રૂપિયાવાળો પ્લાન તમારા માટે સારો રહી શકે છે. પરંતુ જો તમે વધુ ડેટા ઈચ્છતા હોવ અને 2જીબી ડેટામાં તમારો દિવસ પસાર થઈ જતો હોય તો 2399 વાળો પ્લાન તમારા માટે સારો છે. તેમાં વધુ ડેટા મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube