Jio નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, માત્ર આટલા રૂપિયામાં 21GB ડેટા અને ફ્રી કોલિંગ
રિલાયન્સ જીયો (Reliance Jio) નો 98 રૂપિયાવાળો પ્લાન થોડા મહિના પહેલા આવ્યો છે. જીયોના આ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) ની પાસે અનેક સસ્તા રિચાર્જ પ્લાન છે. 100 રૂપિયાથી ઓછી કિંમતમાં રિલાયન્સ જીયો પાસે માત્ર બે રિચાર્જ પ્લાન છે, તેમાં એક પ્લાન Jio Phone માટે છે. આ 75 રૂપિયાનો પ્લાન છે. 100 રૂપિયાથી ઓછી કિંમતવાળો બીજો પ્લાન 98 રૂપિયાનો છે. જો તમે દરરોજ સામાન્ય ડેટાવાળા સસ્તા પ્લાનની શોધ કરી રહ્યાં છો તો આ પ્લાન તમને કામ આવી શકે છે. તો આવો જોણીએ જીયોના 98 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં ક્યા-ક્યા ફાયદા મળે છે.
98 રૂપિયાવાળા પ્લાનમાં 21GB ડેટા અને ફ્રી કોલિંગ
રિલાયન્સ જીયો (Reliance Jio) નો 98 રૂપિયાવાળો પ્લાન થોડા મહિના પહેલા આવ્યો છે. જીયોના આ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. જીયોના આ પ્લાનમાં દર મહિને 1.5GB જીબી ડેટા આપવામાં આવે છે. એટલે કે પ્લાનમાં કુલ 21જીબી ડેટા મળે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. પરંતુ જીયોના આ પ્લાનમાં એસએમએસ મોકલવાની સુવિધા મળતી નથી.
આ પણ વાંચોઃ આવી ગયો નોકિયાનો સૌથી સસ્તો 5G ફોન Nokia G300, જાણો કિંમત અને ફીચર્સ
75 રૂપિયાનો પ્લાન, 28 દિવસની વેલિડિટી અને 3GB ડેટા
આ રિલાયન્સ જીયોનો (Reliance Jio) Jio Phone પ્લાન છે. આ પ્લાનમાં યૂઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં ટોટલ 3જીબી હાઈ સ્પીડ ડેટા આપવામાં આવે છે. જીયોના આ પ્લાનમાં 50 SMS મોકલવાની સુવિધા મળે છે. પ્લાનમાં જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube