આવી ગયો નોકિયાનો સૌથી સસ્તો 5G ફોન Nokia G300, જાણો કિંમત અને ફીચર્સ
Nokia G300 ને કંપની તરફથી સૌથી સસ્તા 5G ફોન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. નોકિયા બ્રાન્ડના લાઇસેન્સધારી એચએમડી ગ્લોબલનું નવું મોડલ વોટરડ્રોપ-સ્ટાઇલ નોચ ડિઝાઇનની સાથે આવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ Nokia G300 ને કંપની તરફથી સૌથી સસ્તા 5G ફોન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. નોકિયા બ્રાન્ડના લાઇસેન્સધારી એચએમડી ગ્લોબલનું નવું મોડલ વોટરડ્રોપ-સ્ટાઇલ નોચ ડિઝાઇનની સાથે આવે છે અને તેમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. Nokia G300 માં OZO ઓડિયો સપોર્ટ પણ સામેલ છે, જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયોમાં એક સ્પેટિયલ ઓડિયો અનુભવ લાવે છે. ફોન ડેડિકેટેડ નાઇટ મોડ અને ઇલેક્ટ્રોનિક ઇમેસ સ્ટેબ્લાઇઝેશન સહિત અનેક પ્રી લોડેડ ફીચર્સની સાથે આવે છે. નેક્સ્ટ જનરેશન સેલ્યુલર કનેક્ટિવિટી માટે Nokia G300 માં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 480 ચિપસેટ છે. ફોન 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Nokia G300: બેસિક સ્પેસિફિકેશન
નવો Nokia G300 સ્માર્ટફોન Android 11 પર ચાલે છે. તેમાં 6.52 ઇંચ HD+ (720x1,600 પિક્સલ) ડિસ્પ્લે છે જેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. ફોન 4જીબી રેમની સાથે ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 480 ચિપસેટથી લેસ છે. તે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે, જેમાં f/1.8 લેન્સની સાથે 16 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, 5 મેગાપિક્સલનું અલ્ટ્રા-વાઇડ શૂટર અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર સામેલ છે. સેલ્ફી અને વીડિયો ચેટ માટે Nokia G300 માં ફ્રંટમાં 8 મેગાપિક્સલનું સેન્સર આપવામાં આવ્યું છે.
Nokia G300 64GB ઓનબોર્ડ સ્ટોરેજની સાથે આવે છે, જેને માઇક્રોએસડી કાર્ડથી 1TB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 5G, 4G એલટીઈ, વાઈ-ફાઈ 802.11 એસી, બ્લૂટૂથ V5, જીપીએસ/એ/જીપીએસ, એનએફસી, યૂએસબી ટાઈપ-સી અને 3.5 એમએમ હેડફોન જેક સામેલ છે. એક સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે જે પાવર બટનની અંદર એમ્બેડેડ છે.
આ પણ વાંચોઃ ભારતમાં લોન્ચ થયો મોટોરોલાનો જોરદાર Moto E40 સ્માર્ટફોન, દમદાર બેટરી સાથે મળશે ખાસ ફીચર્સ
HMD Global એ 4,470mAh ની બેટરી આપી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને ક્વાલકોમના ક્વિક ચાર્જ 3.0ની સાથે કમ્પેટિબલ છે. Nokia G300 નો ડાઇમેન્શન 169.41x78.43x9.28mm છે.
Nokia G300: ફોનની કિંમત ઉપલબ્ધતા
Nokia G300 ની કિંમત સિંગલ 4GB+64GB સ્ટોરેજ વેરિએન્ટ માટે લગભગ $199 (લગભગ 15,000 રૂપિયા) નક્કી કરવામાં આવી છે. ફોન સિંગલ મીટિઓર ગ્રે કલરમાં આવે છે અને તે 19 ઓક્ટોબરથી ખરીદવા માટે ઉપલબ્ધ થશે. આ શરૂઆતમાં પ્રીપેડ કેરિયર્સ સ્ટ્રેટ ટોક અને ટ્રેકફોન વાયરલેસ સુધી સીમિત હશે. Nokia G300 ની વૈશ્વિક કિંમત અને ઉપલબ્ધતા વિશે હજુ ડિટેલ્સ સામે આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે