Jio એ ફરી શરૂ કર્યો Free Internet, Call નો ઓપ્શન, એક નંબર સાથે મળશે 3 નંબર ફ્રી
રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સ માટે શાનદાર ઓફર લાવતું રહે છે. જિયો પોસ્ટપેડ અને પ્રીપેડમાં યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે પ્લાન ઓફર કરે છે. જિયોની પાસે એવા ફેમેલી પ્લાન છે, જેમાં તમે ઓછા ખર્ચમાં એક સાથે ચાર સિમ ચલાવી શકો છો.
નવી દિલ્હીઃ ઈલોન મસ્કે હાલમાં ફાસ્ટ ઈન્ટરનેટને લઈને જાહેરાત કરી છે. આ કારણ છે કે મસ્કે સેટેલાઈટ પણ લોન્ચ કરી છે. પરંતુ જિયો પણ તેનાથી પાછળ નથી. જિયો તરફથી સેટેલાઈટ પર તો કામ થઈ રહ્યું છે, પરંતુ આ સાથે તે ઘણા નવા પ્લાન્સ લાવી રહ્યું છે, જેમાં ફ્રી ઈન્ટરનેટ અને કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આવો તમને આ પ્લાન વિશે જણાવીએ.
996 Family Plan-
Jio ના 996 Family Plan માં તમને ઘણી સુવિધાઓ મળે છે. આ સાથે તેની ખાસિયત છે કે તેમાં તમારે માત્ર 1 નંબર માટે બિલની ચુકવણી કરવાની હોય છે, પરંતુ સાથે 3 Add-on SIM મળી રહ્યાં છે. જો તમે એક સિમની દ્રષ્ટિએ જુઓ તો તમારે મહિને માત્ર 249 રૂપિયા આપવાના છે અને 115GB Data Unlimited Calling, 5G Data ની સુવિધા આપવામાં આવી રહી છે. તેમાં Netflix અને Amazon Prime ની સુવિધા પણ મળી રહી છે.
આ પણ વાંચોઃ જિયોની ન્યૂ યર ઓફર, 389 દિવસ સુધી અનલિમિટેડ ડેટા અને કોલિંગનો ફાયદો, જાણો વિગત
897 Family Plan-
Jio 897 Family Plan માં 110GB Data આપવામાં આવે છે. સાથે તેમાં 299 રૂપિયા મહિને એક સિમ પર બિલની ચુકવણી કરવાની હોય છે. એટલે કે તેમાં તમને કુલ 3 સિમ કાર્ડ મળે છે, જેના પર તમે ડેટા અને કોલિંગનો ફાયદો ઉઠાવી શકો છો. તેવામાં આ તમારા માટે સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.
798 Family Plan-
798 રૂપિયાના પ્લાનમાં પણ તમને ઘણી સુવિધા મળે છે. પરંતુ તેમાં કુલ બે નંબર યૂઝ કરવા માટે મળે છે. સાથે કુલ 105GB Data પણ આપવામાં આવે છે. એટલે કે કુલ 2 નંબર પર તમને કોલિંગથી લઈને ડેટાની સુવિધા આપવામાં આવી રહી છે. એટલે કે તમારે એક નંબર માટે 399 રૂપિયાની ચુકવણી કરવી પડશે. આ પ્લાન્સ સૌથી વધુ ડિમાન્ડમાં રહે છે. ખાસ કરીને તેવા યૂઝર્સ માટે જે ઓછી કિંમતમાં ઘણા ઓપ્શન શોધી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube