એક વર્ષ સુધી રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ, જિયોના આ પ્લાનમાં મળશે 389 દિવસ સુધી ડેટા અને કોલિંગની મજા, જાણો ઓફર

Jio offer: જિયોએ નવા વર્ષ પર પોતાના સબ્સક્રાઇબર્સને ખાસ ભેટ આપી છે અને ન્યૂ યર ઓફરની સાથે 389 દિવસ માટે અનલિમિટેડ 5જીનો ફાયદો મળી રહ્યો છે. હકીકતમાં કંપની વાર્ષિક પ્લાનમાં એક્સ્ટ્રા વેલિડિટી આપી રહી છે. 
 

એક વર્ષ સુધી રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ, જિયોના આ પ્લાનમાં મળશે 389 દિવસ સુધી ડેટા અને કોલિંગની મજા, જાણો ઓફર

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની છે. જિયો પોતાના યૂઝર્સ માટે નવી-નવી સ્કીમ લોન્ચ કરતું રહે છે. ન્યૂ યર 2024 પર પણ કંપનીએ એક દમદાર ઓફરની જાહેરાત કરી છે અને પ્લાનમાં યૂઝર્સને 389 દિવસની વેલિડિટી મળી રહી છે. હકીકતમાં આ રિચાર્જ પસંદ કર્યાં બાદ યૂઝર્સે વર્ષ 2024માં ફરી રિચાર્જ કરાવવાની જરૂર પડશે નહીં.

લાંબી વેલિડિટીનો ફાયદો યૂઝર્સને જિયોના વાર્ષિક પ્લાન પર મળી રહ્યો છે. કંપની આ વાર્ષિક પ્લાનના રિચાર્જ પર યૂઝર્સને 24 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી આપી રહી છે, એટલે કે યૂઝર્સને 365 દિવસની જગ્યાએ 389 દિવસ સુધી ઓફરનો લાભ મળશે. આ સાથે આ એકમાત્ર એવો પ્લાન છે જેમાં આટલી લાંબી વેલિડિટી મળી રહી છે. 

જિયોની ન્યૂ યર ઓફર
ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોતરફથી પ્લાન પર એક્સ્ટ્રાવેલિડિટીનો ફાયદો આપવામાં આવી રહ્યો છે, જેની કિંમત 2999 રૂપિયા છે. આ વાર્ષિક પ્લાનનું રિચાર્જ કરાવવા પર દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, દરરોજ 2.5 જીબી ડેટા, 100 એસએમએસનો લાભ મળે છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે પરંતુ કંપની ઓફર હેઠળ 24 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી આપી રહી છે. 

ઓફરની સાથે પ્લાનના ફાયદા કુલ 389 (365+24) દિવસ સુધી મળી જાય છે. આ સ્થિતિમાં જિયો એપ્સ જેમ કે જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ પણ કંપની તરફથી આપવામાં આવી રહ્યું છે. 

અનલિમિટેડ 5જી ડેટાનો ફાયદો
જિયોએ દેશના અનેક નાના-મોટા શહેરોમાં 5જી સર્વિસ શરૂ કરી છે. જો તમારા ક્ષેત્રમાં 5જી સેવાઓ ઉપલબ્ધ છે અને તમે 5જી ફોનનો ઉપયોગ કરો છો તો 2999 રૂપિયાનું રિચાર્જ કરાવવાની સ્થિતિમાં તમને અનલિમિટેડ 5જી ડેટાનો લાભ મળશે. એટલે કે તમે દરરોજ ચિંતા કર્યા વગર મનભરીને ડેટાનો આનંદ લઈ શકો છો. કંપની 239 રૂપિયા અને તેનાથી વધુ કિંમતવાળા તમામ પ્લાન્સની સાથે અનલિમિટેડ 5જી ડેટા આપી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news