નવી દિલ્હીઃ Reliance JioFiber એ હાલમાં પોતાના બ્રોડબેન્ડ પ્લાન્સમાં ફેરફાર કર્યા છે. હવે જીયો ફાઇબરના બધા પ્લાન અનલિમિટેડ ડેટાની સાથે આવે છે. જીયોને ટક્કર આપવાના ઇરાદાથી એરટેલે પણ પોતાના એક્સટ્રીમ ફાઇબર બ્રોડબેન્ડ પ્લાનમાંથી FUP લિમિય ખતમ કરી દીધી અને બધા પ્લાનમાં અનલિમિટેડ ડેટા આપવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનલિમિટેડ ડેટા પ્લાન્સની સાથે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઇન અભ્યાસ કે કોન્ટેન્ટ સ્ટ્રીમિંગ યૂઝર્સને ફાયદો મળશે. યૂઝર્સ હવે ડેટા પૂરો થવાની ચિંતા કર્યાં વગર અનલિમિટેડ ઉપયોગ કરી શકશે. જો તમે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કનેક્શનનું વિચારી રહ્યાં હોવ તો અમે તમને જણાવીએ બેસ્ટ-અનલિમિટેડ ઈન્ટરનેટ પ્લાન્સ વિશે.. 


અનલિમિટેડ ડેટા સિવાય રિલાયન્સ જીયો અને એરટેલે બ્રોડબેન્ડ પ્લાનની સાથે અનલિમિટેડ કોલિંગની પણ ઓફર કરી છે. રિલાયન્સ જીયોએ અનલિમિડેટ વોઇસ કોલિંગ વાળા બ્રોડબેન્ડ પ્લાન શરૂ કર્યાં છે. જેની એક મહિનાની ફ્રી ટ્રાયલ લઈ શકાય છે. OTT સબ્સક્રિપ્શનની સાથે  JioFiber  પ્લાનની શરૂઆત 999 રૂપિયાથી થાય છે. 


જીયો ફાઇબર કિંમત એરટેલ એક્સટ્રીમ કિંમત
30Mbps 399રૂપિયા 40Mbps 499 રૂપિયાे
100Mbps 699 રૂપિયા 100Mbps 799 રૂપિયાे
150Mbps 999 રૂપિયા 200Mbps 999 રૂપિયાे
300Mbps 1,499 રૂપિયા    
500Mbps 2,499 રૂપિયા 300Mbps 1,499 રૂપિયા
1Gbps 3,999 રૂપિયા 1Gbps 3,999 રૂપિયા

જીયોના 999 રૂપિયા વાળા પ્લાનમાં 11   OTT પ્લેટફોર્નું સબ્સક્રિપ્શન ફ્રી છે. તેમાં પ્રાઇમ વીડિયો, ડિઝ્ની+હોટસ્ટાર, સોનીલિવ, જીયોસિનેમા વગેરે સામેલ છે. કંપનીનો 1499 રૂપિયા વાળો પ્લાન 12 OTT પ્લેટફોર્મના ફ્રી એક્સેસ સાથે આવે છે. તેમાં નેટફ્લિક્સ, પ્રાઇમ વીડિયો અને ડિઝ્ની+હોટસ્ટાર સામેલ છે. 


મોંઘા જ નહી, સસ્તા ફોનમાં પણ રેકોર્ડ કરી શકો છો Slow Motion Videos, જાણો સરળ પદ્ધતિ


એરટેલે પણ પોતાના બધા એક્સટ્રીમ યૂઝરને એક્સટ્રીમ 4કે એન્ડ્રોઇડ બોક્સ ફ્રી આપવાની જાહેરાત કરી છે. આ સિવાય કંપની લેન્ડલાઇન પણ ઓફર કરી રહી છે, જેનાથી અનલિમિટેડ વોઇસ કોલિંગ કરી શકાય છે. 999 રૂપિયા કે તેનાથી વધુના પ્લાન વાળા યૂઝરોને પ્રાઇમ વીડિયો, ડિઝ્ની+હોટ સ્ટાર અને ZEE5નું સબ્સક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube