નવી દિલ્હીઃ જિયો યૂઝર્સ માટે નવા-નવા પ્લાન લઈને આવતું રહે છે. હવે કંપની એવો પ્લાન લઈને આવી છે જે ખુબ ચર્ચામાં છે. સાથે આ પ્લાનમાં યૂઝર્સને ઘણા ફાયદા પણ મળી રહ્યાં છે જે આ પ્લાનને સૌથી અલગ બનાવે છે. તો આવો આપણે આવા પ્લાન વિશે ચર્ચા કરીએ જે પ્લાનમાં NETFLIX, Amazon Prime Video નું સબ્સક્રિપ્શન પણ ફ્રી મળી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio 399 Postpaid Plan-
જિયોના 399 પોસ્ટપેડ પ્લાનમાં તમને એક મહિના માટે 75 જીબી ડેટા મળે છે. સાથે આ પ્લાનમાં અનલિમિટેડ કોલ્સ અને એસએમએસની સુવિધા મળે છે. હવે વાત કરીએ જે વસ્તુ આ પ્લાનને અલગ બનાવે છે. પ્લાનની ખાસિયત છે કે તેમાં Netflix, Amazon Prime અને Disney+Hotstar નું સબ્સક્રિપ્શન પણ મળે છે. આ સિવાય તેમાં 200 જીબી ડેટા રોલઓવરની પણ સુવિધા મળે છે. 


આ પણ વાંચોઃ આ કંપની આપી રહી છે ફ્રી Prime અને Hotstar સબ્સક્રિપ્શન, ફટાફટ કરો આ કામ


Jio 599 Postpaid Plan-
જિયોના 599 પોસ્ટપેડ પ્લાનમાં 100 જીબી ડેટા મળે છે. સાથે પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને એસએમએસની સુવિધા પણ મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને Netflix, Amazon Prime અને Disney+Hotstar નું સબ્સક્રિપ્શન પણ મળે છે. આ પ્લાનમાં 200GB Data Rollover ની સુવિધા પણ મળે છે. સાથે તેમાં પરિવારના એક અન્ય સભ્ય માટે 1 એડિશનલ સિમ કાર્ડ પણ મળે છે. 


Jio 799 Postpaid Plan-
Jio 799 Postpaid Plan માં 150GB Data મળે છે. જિયોના આ પ્લાનમાં એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સ અને ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. તેમાં કુલ 200 જીબી ડેટા રોલઓવરનો લાભ મળે છે. સાથે તેમાં 2 એડિશનલ સિમ કાર્ડ પણ મળે છે. જિયોનો આ સૌથી વધુ સબ્સક્રાઇબ થનારો પ્લાન છે. સાથે પ્લાનમાં તમને કુલ 3 નંબર મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube