આ કંપની આપી રહી છે ફ્રી Prime અને Hotstar સબ્સક્રિપ્શન, ફટાફટ કરો આ કામ
Vi Recharge Plan: વોડાફોન આઇડિયાના પોર્ટફોલિયોમાં એક ખાસ રિચાર્જ પ્લાન છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, અનલિમિટેડ ડેટા અને ઘણા OTT પ્લેટફોર્મ્સનું એક્સેસ મળે છે. આવો જાણી આ પ્લાનની કિંમત અને ખાસ વાત...
Trending Photos
Vi Recharge Plan: ટેલિકોમ કંપનીઓ ઘણા પ્રકારના પ્લાન ઓફર કરે છે. પ્રીપેડ અને પોસ્ટપેડ પોર્ટફોલિયોમાં કંપનીના કેટલાક ખાસ પ્લાન્સ પણ હોય છે. જે આકર્ષક ઓફર્સની સાથે આવે છે. વોડાફોન આઇડિયા પણ આવો જ એક પ્લાન ઓફર કરે છે. આ પ્લાનમાં યુઝર્સે અનલિમિટેડ કોલિંગ, ડેટા સાથે અન્ય ઘણા બેનિફિટ્સ મળે છે. જે સ્ટાન્ડર્ડ પ્લાનમાં પણ નથી મળતા.
Vi ના પોસ્ટપેડ પોર્ટફોલિયોમાં પણ આવો જ એક પ્લાન છે. આ પ્લાનમાં કન્ઝ્યૂમર્સને રેગ્યુલ સર્વિસની સાથે ઇન્ટરટેન્મેન્ટનો એક્સ્ટ્રા બેનિફિટ મળશે. આ પ્લાનની કિંમત 699 રૂપિયા છે. આવો જાણીએ વોડાફોન આઇડિયાના આ પ્લાનની ખાસ વાતો.
મળશે અનલિમિટેડ સર્વિસ
સામાન્ય રીતે Vi ના પોસ્ટપેડ પોર્ટફોલિયોમાં ઘણા ખાસ પ્લાન હાજર છે, પરંતુ આ પ્લાન તેના બેનિફિટ્સના કારણે આકર્ષક બને છે. તેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, અનલિમિટેડ ડેટાની સાથે ઘણા OTT પ્લેટફોર્મ્સનું સબ્સક્રિપ્શન પણ મળે છે. આ રિચાર્જની સાથે યુઝર્સને SMS બેનિફિટ્સ પણ મળે છે.
ઘણા પ્લેટફોર્મનું મળશે એક્સેસ
પ્લાન માટે યુઝર્સને દર મહિને 699 રૂપિયા ખર્ચ કરવા પડશે. તેમાં યુઝર્સને Amazon Prime અને Disney+ Hotstar નું સબ્સક્રિપ્શન મળશે. સાથે જ કસ્ટમર્સને Vi movies & TV નું VIP એક્સેસ મળશે.
વોડાફોન આઇડિયા રિચાર્જ પ્લાનમાં યુઝર્સને ZEE5, Voot Select, Lionsgate Play ના કન્ટેન્ટનું એક્સેસ મળશે. આ તમામ પ્લેટફોર્મ્સના કન્ટેન્ટને તમે Vi movies & TV પર જોઈ શકશો. આ ઉપરાંત યુઝર્સને Amazon શોપિંગ બેનિફિટ્સ પણ મળશે.
આ પ્લાનમાં યુઝર્સને એક મહિનાની વેલિડિટી મળી છે. એટલે કે બિલિંગ સાયકલ એક મહિનાની હશે. પ્લાનમાં માત્ર એક યુઝર્સને જ ટેલીકોમ સર્વિસ મળે છે.
399 રૂપિયાથી શરૂ થાય છે પ્લાન
જો તમે એક એવો પ્લાન ઇચ્છો છો, જેમાં તમને અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સાથે એન્ટરટેનમેન્ટ પણ મળે તો આ એક સારો ઓપ્શન છે. બ્રાન્ડનો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન 399 રૂપિયાનો આવે છે. તેમાં યુઝર્સને 40GB + 150GB ડેટા, SMS અને કોલિંગ સુવિધા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે