રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. જેના 48 કરોડથી વધુ ગ્રાહકો છે. કંપનીએ હાલમાં જ પોતાના પ્લાનમાં ફેરફાર કર્યા છે. જેમાં અનેક પ્લાન બંધ કરી  દેવાયા છે અને મોટાભાગના પ્લાનની કિંમત વધારી દેવાઈ છે. પરંતુ જિયો પોતાના ગ્રાહકોને હજુ પણ અનેક સારા પ્લાન ઓફર કરે છે. જો તમારી પાસે જિયોનું સિમ હોય અને તમે સસ્તો પ્લાન શોધતા હોવ તો કંપનીએ એક નવો પ્લાન શરૂ કર્યો છે. જિયો ફ્રીડમ પ્લાનમાં તમને ફ્રી કોલિંગ અને ડેટાની સુવિધા મળશે. જાણો આ પ્લાન વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio Freedom plan
જિયો ફ્રીડમ પ્લાનની કિંમત 355 રૂપિયા છે અને તેની વેલિડિટી પૂરા 30 દિવસની છે જે અન્ય જિયો પ્લાન કરતા અલગ છે. જિયોના ગ્રાહકો 30 દિવસ સુધી ફ્રી કોલિંગની મજા માણી શકે છે. આ ઉપરાંત આ પ્લાનમાં કુલ 25GB ડેટા મળે છે અને આ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં દૈનિક ડેટાની કોઈ લિમિટ નથી. તેનો અર્થ એ થયો કે 25GB ડેટા તમે 30 દિવસમાં કે તેનાથી ઓછા સમયમાં તમારી સુવિધા મુજબ ઉપયોગ કરી શકો છો. આ સાથે જ ગ્રાહકોને આ પ્લાનની સાથે રોજ 100 એસએમએસ પણ ફ્રી મળશે. 


Jio Rs 349 Plan 
આ બધા વચ્ચે જિયોએ પોતાના હીરો પ્લાન્સમાં 349 રૂપિયાનો એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન એવા લોકો માટે ખુબ સારો છે જે ઓછા સમયમાં વધુ ડેટા ઈચ્છે છે. તેની વેલિડિટી 28 દિવસની છે અને તેમાં તમે કોઈ પણ નેટવર્ક પર કોઈ પણ રોકટોક વગર ફ્રી કોલિંગ કરી શકો છો. ડેટાની વાત કરીએ તો તમને 28 દિવસ માટે કુલ 56GB મળશે. એટલે કે રોજ 2GB ડેટા મળશે. ખાસ વાત એ છે કે આ પ્લાનમાં અનલિમિટેડ 5જી  ડેટા પણ મળે છે. એટલે કે જો તમારા વિસ્તારમાં 5જી ઉપલબ્ધ હોય તો તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો. આ પ્લાનમાં તમને જિયો સિનેમાની ફ્રી સદસ્યતા, જિયો ટીવી અને જિયો ક્લાઉડ પણ ફ્રી વાપરવા મળે છે.