નવી દિલ્હીઃ એરટેલે (Airtel) પોતાના પ્રીપેડ પ્લાનના ભાવમાં વધારો કરી દીધો છે. કંપનીના પ્રીપેડ પ્લાન્સની કિંમતોમાં 20થી 25 ટકાનો વધારો થયો છે. તેવામાં હવે યૂઝર્સે કંપનીના રિચાર્જ પ્લાન્સ માટે 501 રૂપિયા સુધી વધુ ખર્ચ  કરવો પડશે. અનલિમિટેડ પ્લાન્સની વાત કરીએ તો રિલાયન્સ જીયો યૂઝર્સને સૌથી ઓછી કિંમતમાં વધુ ડેટા અને ફ્રી કોલિંગવાળા પ્લાન ઓફર કરી રહી છે. જીયોના આ પ્લાનની કિંમત 98 રૂપિયા છે. પ્લાનમાં મળનાર બેનિફિટ તેને એરટેલ અને વોડાફોન-આઈડિયાના સૌથી સસ્તા અનલિમિડેટ પ્લાન્સથી સારા છે. આવો જાણીએ વિગત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીયોના 98 રૂપિયાવાળા પ્લાનમાં મળનાર બેનિફિટ
જીયોનો આ પ્લાન 14 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કંપની દરરોજ 1.5જીબી હિસાબથી ટોટસ 21 જીબી ડેટા ઓફર કરી રહી છે. પ્લાનમાં સબ્સક્રાઇબર્સને અનલિમિટેડ કોલિંગ બેનિફિટ આપવામાં આવી રહ્યો છે. યૂઝર્સને આ પ્લાનમાં ફ્રી એસએમએસ આપવામાં આવતા નથી. કંપની આ પ્લાનના સબ્સક્રાઇબર્સને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે.


આ પણ વાંચોઃ Airtel એ યૂઝર્સને આપ્યો 440V નો જબરદસ્ત ઝટકો!, Plans ના ભાવ વધાર્યા, રિચાર્જ કરાવતા પહેલા એક નજર ફેરવી લો


વોડાફોન-આઈડિયાનો 99 રૂપિયાવાળો પ્લાન
વોડાફોન-આઈડિયા  (Vi) નો આ અનલિમિટેડ પ્લાન 18 દિવસની વેલિડિટી સાથે આવે છે. કંપની પ્લાનમાં અનલિમિડેટ કોલિંગની સુવિધા આપી રહી છે. ઇન્ટરનેટ યૂઝ કરનારને પ્લાનમાં 200MB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં પણ ફ્રી એસએમએસની સુવિધા આપવામાં આવી રહી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube