Reliance Jio લાવ્યું ચાર એડ-ઓન પેક, ફ્રી Hotstar અને 240GB સુધી ડેટા
રિલાયન્સ જીયોએ કેટલાક નવા 6 પેક લોન્ચ કર્યો છે, જેમાંથી બે વોઇસ કોલિંગ બેનિફિટ્સ પણ ઓફર કરે છે અને બાકી ચાર પેક ડેટા એડ-ઓન્સ છે. આ બધા પેક્સની સાથે યૂઝરને Disney+Hotstar VIPનું સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં ઓફર કરવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ નવા પ્લાન્સ અને નવી ઓફરની વાત કરીએ તો રિલાયન્સ જીયો ક્યારેય પાછળ રહેતું નથી. ભારતીય એરટેલ તરફથી ટક્કર આપવા માટે 401 રૂપિયાના નવા પ્લાનમાં Disney+Hotstar VIP પેકેજ પણ આપવામાં આવી રહ્યું છે. જવાબમાં જીયો તરફથી હવે ચાર હોટસ્ટાર ડેટા એડ-ઓન પેક્સ લોન્ચ કરવામાં આવ્યું છે પરંતુ એટલું જ નહીં Disney+Hotstar ડેટા એડ-ઓન પેક્સની સાથે યૂઝરને 240 જીબી સુધી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે.
રિલાયન્સ જીયોએ કેટલાક નવા 6 પેક લોન્ચ કર્યો છે, જેમાંથી બે વોઇસ કોલિંગ બેનિફિટ્સ પણ ઓફર કરે છે અને બાકી ચાર પેક ડેટા એડ-ઓન્સ છે. આ બધા પેક્સની સાથે યૂઝરને Disney+Hotstar VIPનું સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં ઓફર કરવામાં આવી રહ્યું છે. હાલના પ્લાનની સાથે એડ-ઓન પેક્સથી રિચાર્જ કરાવી શકાય છે. હાલ યૂઝરને ચાર નવા વિકલ્પ મળી રહ્યાં છે.
612 રૂપિયાનું ડેટા એડ-ઓન પેક
પહેલાં 612 રૂપિયાના એડ-ઓન પ્લાનમાં યૂઝરને વોઇસ કોલિંગ વેનિફિટ્સ પણ મલે છે. આ એકમાત્ર એવું વાઉચર છે, જેમાં બાકી નેટવર્ક્સ પર કોલિંગ માટે FUP મિનિટ્સ પણ આપવામાં આવી છે. નોન-જીયો નેટવર્ક પર કોલિંગ માટે તેમાં 6000 FUP મળે છે આ સિવાય 72 જીબીના એનલિમિટેડ ડેટા બેનિફિટ પણ ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી યૂઝરને હાલના પ્લાન જેટલી હશે પરંતુ તેમાં એક વર્ષ માટે Disney+Hotstar સબ્સક્રિપ્શન ઓફર કરવામાં આવી રહ્યું છે.
1004 રૂપિયાનો ડેટા એડ- ઓન પેક
રિલાયન્સ જીયો તરફથી મળી રહેલા આ એડ-ઓન પેકમાં એક વર્ષ માટે Disney+Hotstarનું સબ્સક્રિપ્શન કોઈ વધારાના ખર્ચ વગર આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનમાં 200 જીબી ડેટા બેનિફિટ પણ યૂઝરને મળશે અને આ પહેલાથી એક્ટિવ પ્લાન નંબર પર હોવો જરૂરી નથી. આ પ્લાનમાં દરેક રિચાર્જ કરાવી શકે છે અને તેની સ્ટેન્ડઅલોન વેલિડિટી 120 દિવસ આપવામાં આવી છે.
દુનિયાભરની એપને જબરદસ્ત ટક્કર આપી રહી છે આપણી Aarogya Setu app, બનાવ્યો નવો રેકોર્ડ
1206 રૂપિયાનો ડેટા એડ-ઓન પેક
કંપનીએ 180 દિવસની સ્ટેન્ડ-અલોન વેલિડિટીની સાથે 1206 રૂપિયાનો ત્રીજો એડ-ઓન પેક ઇન્ટ્રોડ્યૂસ કર્યો છે. તેમાં યૂઝરને 240 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. ડેટા બેનિફિટ્સ 180 દિવસ માટે મળસે અને બાકી ડેટા વેલિડિટી પીરિયડ બાદ સમાપ્ત થઈ જશે. આ પ્લાનને પણ કોઈપણ સમયથી વધુ ડેટા ઉપયોગ કરનાર યૂઝરો લઈ શકે છે અને આ માટે કોઈ બેઝ પ્લાનની જરૂર નથી.
1208 રૂપિયાનો પ્લાન
જીયો તરફતી આ ખુબ ઇન્ટરેસ્ટિંગ પ્લાન મળી રહ્યો છે, જેની કિંમત પાછલા પ્લાન કરતા માત્ર 2 રૂપિયા વધારે છે. બાકી બેનિફિટ્સ પાછલા પ્લાન જેવા છે અને આમાં પણ 240 જીબી ડેટા મળે છે. માત્ર વધારાના 2 રૂપિયામાં આ પ્લાન શું ઓફર કરી રહ્યો છે, જો તમને પણ આ સવાલ છે તો પાછલા પ્લાનના 180 દિવસના મુકાબલે આ પ્લાનમાં 240 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવી રહી છે. એટલે કે 240 જીબી ડેટા પૂરો થતાં પહેલા વેલિડિટી પૂરી થવાનું ટેન્શન તમારે લેવું પડશે નહીં.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube