દુનિયાભરની એપને જબરદસ્ત ટક્કર આપી રહી છે આપણી Aarogya Setu app, બનાવ્યો નવો રેકોર્ડ
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે પણ આરોગ્ય સેતુ એપ પર લોકોનો ભરોસો વધી રહ્યો છે. કોરોના વાયરસને ટ્રેક કરનારી આ સરકારી એપ મે મહિના પણ દુનિયાની ટોપ 10 ડાઉનલોડ કરાયેલી મોબાઈલ એપમાંની એક બની હતી. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે શનિવારે આ અંગે જાણકારી આપી.
ટ્વીટથી આપી જાણકારી
અમિતાભ કાંતે ટ્વીટ કરીને કહ્યું કે આરોગ્ય સેતુ એપ લોન્ચ થયા બાદ મે મહિનામાં સતત બીજા મહિને દુનિયાભરમાં ટોચની 10 ડાઉનલોડ કરાયેલી મોબાઈલ એપમાંથી એક બની છે. ભારતે કોવિડ 19 મહામારીનો મુકાબલો કરવા માટે પ્રભાવી ઢબે ટેક્નોલોજીનો લાભ ઉઠાવવાના મામલે દુનિયાનું નેતૃત્વ કર્યું છે. અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલના રોજ રાષ્ટ્રના નામે સંબોધનમાં લોકોને આ એપ ડાઉનલોડ કરવાની અપીલ કરી હતી.
#AarogyaSetu one of the top 10 downloaded mobile apps globally since launch, second month in running. India has led the way in effectively leveraging technology to combat the COVID-19 pandemic. pic.twitter.com/eVlR0phUBe
— Amitabh Kant (@amitabhk87) June 6, 2020
આ રીતે કરો આરોગ્ય સેતુ એપનો ઉપયોગ
સૌથી પહેલા એપ તમે પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો. આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટોલ કર્યા બાદ પહેલીવાર તમે તેને ઓપન કરશો તો કેટલીક પરમિશન્સ આપવી પડશે. આ એપ તમારા મોબાઈલ નંબર, બ્લ્યુટુથ અને લોકેશન ડેટાની મદદથી જાણકારી મેળવે છે કે તમે સુરક્ષિત છો કે પછી તમારા પર સંક્રમણનું જોખમ રહેલુ છે.
આ રીતે કામ કરે છે એપ
આરોગ્ય સેતુ એપ બ્લ્યુ ટુથ અને જીપીએસથી ચાલે છે. સરકારનો દાવો છે કે આ એપ કોવિડ 19 સંક્રમણના પ્રસાર, જોખમ અને બચાવ તથા ઉપચાર માટે લોકોને યોગ્ય અને સટીક જાણકારી આપવાનું કામ કરશે. આ એપ બ્લ્યુટુથ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી યુઝર્સને સંક્રમણ કે અન્ય લોકોના સંપર્કમાં આવવાની જાણકારી આપે છે. આ એપ વાયરસથી બપચાવવા માટે પાયાની સાવધાનીઓ વર્તવા માટેની ટીપ્સ પણ આપે છે.
જુઓ LIVE TV
કઈ ભાષાઓમાં થઈ શકે છે ઉપયોગ
આરોગ્યસેતુ એપ હિન્દી, અંગ્રેજી સહિત 11 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેને ડાઉનલોડ કર્યા બાદ તમારે મોબાઈલ નંબર રજિસ્ટર કરવાનો રહે છે. એક ઓટીપીના માધ્યમથી આ વેરિફાય થાય છે અને આ એપમાં યૂઝર્સે પોતાના અંગે કેટલીક જાણકારીઓ જેમ કે નામ, ઉંમર, વ્યવસાય, અને છેલ્લા એક મહિનામાં થયેલી વિદેશયાત્રા વગેરે અંગે જણાવવાનું રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે