Jioએ રજૂ કર્યું નવું ડિજિટલ પેક, રોજ મળશે ફ્રી 2GB ડેટા
રિલાયન્સ જિયોએ ગ્રાહકો માટે નવી ઓફર આપી છે
મુંબઈ : રિલાયન્સ જિયોએ મોન્સુન સિઝનમાં અનેક ઓફર્સ આપી હતી. જોકે હવે કંપની પ્રીપેઇડ ગ્રાહકો માટે સરપ્રાઇઝ લઈને આવી છે. જિયોએ એક નવું ડિજિટલ પેક લોન્ચ કર્યું છે. જોકે આ પ્રીપેઇડ પ્લાન નથી પણ એક એડ-ઓન પેક છે જે ફ્રીમાં આપવામાં આવ્યું છે.
આ ડિજિટલ એડ-ઓન પેક અંતર્ગત કંપની ગ્રાહકોને સબસ્ક્રાઇબ પ્લાન અંતર્ગત રોજ 2GB ડેટા મળશે. આ ઓફર માત્ર 30 જુલાઈ સુધી જ વેલિડ છે અને એને પસંદગીના ગ્રાહકોને જ આપવામાં આવશે. આ ઓફર માત્ર જિયો પ્રીપેઇડ ગ્રાહકો માટે હશે. જોકે આ ઓફર અંતર્ગત SMS કે કોલિંગનો કોઈ વધારાનો ફાયદો ગ્રાહકોને નહીં મળે.
આ સિવાય રિલાયન્સ જિયોએ JioPhone 2ની પણ જાહેરાત કરી છે જેમાં QWERTY કીપેડ દેવામાં આવ્યું છે અને સ્ક્રીન પણ મોટી છે. આ સિવાય જિયો મોન્સુન હંગામા ઓફરની શરૂઆત પણ થઈ ગઈ છે.