Reliance jio: રિલાયન્સ જિયોએ 999 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન બીજીવાર લોન્ચ કર્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં ટેરિફમાં વધારો કર્યાં બાદ ટેલિકોમ કંપનીએ આ પ્લાનની કિંમત 3 જુલાઈ 2024ના વધારી 1199 રૂપિયા કરી દીધી હતી. હવે 999 રૂપિયાવાળા નવા પ્લાનમાં નવા ફીચર્સ અને બેનિફિટ આપવામાં આવી રહ્યાં છે. મુકેશ અંબાણીની માલિકી હકવાળી જિયોએ 999 રૂપિયાવાળા પ્લાનમાં વેલિડિટી વધારી દીધી છે. આવો તમને આ પ્લાનની માહિતી આપીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોનો 999 રૂપિયાવાળો પ્લાન
રિલાયન્સ જિયોએ ભલે 999 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી વધારી હોય પરંતુ તેમાં મળનાર ડેટાને ઘટાડી દીધો છે. નવા 999 રૂપિયાવાળા રિચાર્જ પેકમાં પહેલા 84 દિવસની વેલિડિટી આવતી હતી, પરંતુ હવે કંપની 14 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી આ પેકમાં ઓફર કરી રહી છે. એટલે કે યૂઝર્સને કુલ 98 દિવસની વેલિડિટી મળશે.


વાત ડેટાની કરીએ તો આ પ્લાનમાં હવે 2જીબી ડેટા દરરોજ મળે છે. એટલે કે કુલ 192 જીબી ડેટા હવે ગ્રાહકોને મળશે. જ્યારે 3 જુલાઈ પહેલા જિયોના 999 રૂપિયાવાળા પ્લાનમાં 3 જીબી ડેલી ડેટા પ્રમાણે કુલ 252 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો હતો. 


આ પણ વાંચોઃ 6.99 લાખની કિંમત.... 465Km રેન્જ! ફેમિલી માટે બેસ્ટ છે આ 5 ઈલેક્ટ્રિક કાર


નોંધનીય છે કે ડેલી મળનાર 4જી ડેટા પ્લાન ઓછો હોવા છતાં 999 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને 5જી ડેટા મળતો રહેશે. જે વિસ્તારમાં જિયોનું ટ્રૂ 5જી નેટવર્ક ઉપલબ્ધ છે, જે ગ્રાહક આ પ્લાનની સાથે અનલિમિટેડ 5જી ડેટાની મજા માણી શકે છે. 


તમને જણાવી દઈએ કે જિયો નવા રિચાર્જને 'Hero 5G' ના બ્રાન્ડિંગની સાથે ઓફર કરી રહ્યું છે. મહત્વનું છે કે આ પહેલા બ્રાન્ડિંગ માત્ર 349 રૂપિયાવાળા પ્લાન માટે હતું. 349 રૂપિયાવાળા એન્ટ્રી લેવલ પ્લાનમાં પણ ગ્રાહકોને અનલિમિટેડ 5જી ડેટા મળે છે. 


વાત કરીએ 999 રૂપિયાવાળા નવા રિચાર્જની તો તેમાં યૂઝર્સને દરરોજ 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે.