મુકેશ અંબાણીની જિયોનો આ છે એકદમ ધાંસૂ પ્લાન, રોજ 2GB ડેટા, ફ્રી નેટફ્લિક્સ અને કિંમત માત્ર....
રિલાયન્સ જિયોના સસ્તા ભાવના અનેક ફીચર્સવાળા પ્લાન બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. જેમાંથી એક પ્લાન ખાસ કરીને લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. કારણ કે તેમાં OTT સબસ્ક્રિપ્શન અને ઢગલો ડેટાના ફાયદા થઈ રહ્યા છે.
ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંથી એક રિલાયન્સ જિયોના સસ્તા ભાવના અનેક ફીચર્સવાળા પ્લાન બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. જેમાંથી એક પ્લાન ખાસ કરીને લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. કારણ કે તેમાં OTT સબસ્ક્રિપ્શન અને ઢગલો ડેટાના ફાયદા થઈ રહ્યા છે. જો તમે જલદી રિચાર્જ કરાવવાનું વિચારતા હોવ તો તમારા માટે આ પ્લાન એક સારો વિકલ્પ બની શકે છે. મુકેશ અંબાણીની જિયો પાસે એવા અનેક પ્લાન છે જેનાથી ફ્રી નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન મળે છે. જાણો વિગતો...
Jio's budget-friendly plan
જિયોના સસ્તા રિચાર્જ પ્લાન ઘણા જાણીતા છે જેમાં મફત ઓટીટી એપ્સનો ઉપયોગ પણ સામેલ હોય છે. આ પ્લાન્સથી યૂઝર્સને સરળતાથી નેટવર્ક મળે છે અને સાથે તેમના મનોરંજન માટે પણ સસ્તામાં ઘણું મળે છે. જિયોના આ 1299 રૂપિયાવાળા પ્લાન વિશે ખાસ જાણો. જે પોતાની સારી સુવિધાઓને કારણે ચર્ચામાં છે.
Jio Rs 1,299 prepaid plan
1299 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન જિયોના સૌથી લોકપ્રિય પ્લાનમાંથી એક છે. તેમાં 84 દિવસની વેલિડિટી મળે છે અને તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગની સુવિધા છે. આ પ્લાન એવા લોકો માટે સારો છે જે એકવાર રિચાર્જ કરાવીને લાંબા સમય સુધી ચાલનારા પ્લાન ઈચ્છે છે. તેમાં તેમને લગભઘ ત્રણ મહિના સુધી વારંવાર રિચાર્જ કરાવવાની જરૂર નહીં પડે.
રોજ મળશે 2GB ડેટા
જે લોકો વધુ ડેટાનો ઉપયોગ કરે છે તેમના માટે આ પ્લાન ખુબ સારો છે. તેમાં રોજ 2GB હાઈ સ્પીડ ડેટા મળે છે. એટલે કે બધુ મળીને 84 દિવસમાં 168GB ડેટા મળે છે. કારણ કે તે જિયોના 5G નેટવર્કનો હિસ્સો છે આથી 5જીવાળા વિસ્તારોમાં યૂઝર્સ અનલિમિટેડ 5જી ડેટાનો પણ ઉપયોગ કરી શકે છે. તેનાથી તેમને ઈન્ટરનેટ પર સરળતાથી સર્ફિંગ અને વીડિયો જોવાનો અનુભવ મળે છે.
ફ્રી નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન
1299 રૂપિયાવાળા પ્લાનની એક ખાસ વાત એ છે કે તેમાં 84 દિવસ સુધી મફત નેટફ્લિક્સ મોબાઈલ સબસ્ક્રિપ્શન મળે છે. એટલે કે તમે તમારા ફોન પર એક પણ રૂપિયો ખર્ય્યા વગગર નવી નવી મૂવીઝ અને વેબ સિરીઝ જોઈ શકો છો. આ ઉપરાંત આ પ્લાનમાં Jio TV, Jio Cinema, અને Jio Cloud નું પણ મફત એક્સેસ મળે છે જેનાથી તમને પૂરેપૂરું મનોરંજન પેકેજ મળે છે.