દર મહિને 231 રૂપિયાનો ખર્ચ, 504GB ડેટા, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે 336 દિવસની વેલિડિટી
Jio Plan: રિલાયન્સ જિયો પાસે યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે અનેક રિચાર્જ પ્લાન હાજર છે. યૂઝર્સને વધુ ડેટાની જરૂર હોય કે વધુ કોલિંગની જરૂરીયાત હોય, તે પ્રમાણે કંપની પ્લાન ઉપલબ્ધ કરાવે છે. કંપની પાસે એક લાંબી વેલિડિટીવાળો પ્લાન પણ છે. જાણો તેની વિગત.....
Reliance Jio Plan: રિલાયન્સ જિયો ગ્રાહક જો દર મહિને રિચાર્જની ઝંઝટથી પરેશાન થઈ ગયા છે તો 2545 રૂપિયાવાળા પ્લાનનો લાભ લઈ શકે છે. આ પ્લાન 11 મહિનાની વેલિડિટી સાથે આવે છે. ગ્રાહકોને 11 મહિનાની વેલિડિટી સાથે અનલિમિટેડ વોઇસ કોલ, ડેટા પ્લાન અને ફ્રી SMS ની સર્વિસ પણ મળે છે. જો તમે પણ વધુ સમયની વેલિડિટીવાળો પ્લાન શોધી રહ્યાં છો તો આ 336 દિવસનો પ્લાન તમને કામ આવી શકે છે. આ પ્લાન તમને એકવાર રિચાર્જ કરાવવા પર મોંઘો લાગી શકે છે પરંતુ જો તમે તેને મહિનાના ખર્ચ પ્રમાણે જુઓ તો ખુબ સસ્તો છે.
રિલાયન્સ જિયો 2545 રૂપિયાનો પ્લાન
આ પ્લાન જિયોની લાંબી વેલિડિટીવાળો પ્લાન છે. સૌથી પહેલા આ પ્લાનની વેલિડિટીની વાત કરીએ તો આ પ્લાનમાં ગ્રાહકોને 336 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે આપણે તેને મહિના પ્રમાણે ગણતરી કરીએ તો યૂઝર્સને આશરે 11 મહિનાની વેલિડિટી મળે છે. જિયોના પ્લાનમાં દરરોજ 1.5 જીબી ઈન્ટરનેટ ડેટા મળે છે. 11 મહિના સુધી તમને કુલ 504 જીબી ડેટાનો ઉપયોગ કરવા મળશે.
આ પણ વાંચોઃ આ 25 કારના પ્રેમમાં ડૂબ્યો દેશ ! આ નાની ક્યૂટ કારે તો બધી કંપનીના છોતરા કાઢી નાખ્યા
આ પ્લાનના ફાયદા
જો કોલિંગની વાત કરીએ તો આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ આપવામાં આવે છે. આ સિવાય દરરોજ 100 એસએમએસનો લાભ પણ મળે છે. જો આ પ્લાનના અન્ય ફાયદાની વાત કરીએ તો પ્લાનમાં તમને જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડ સહિત જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. એટલે તમે આ એપ્સનો ફ્રી ઉપયોગ કરી શકો છો.
આ પ્લાનનો મંથલી ખર્ચ
જિયોના 2545 રૂપિયાના પ્લાનને 11 મહિના પ્રમાણે જુઓ તો દર મહિનાનો ખર્ચ આશરે 231 રૂપિયા આવે છે. એક દિવસનો ખર્ચ 8 રૂપિયા જેટલો આવે છે. આ હિસાબથી આ પ્લાન તમારા મંથલી પ્લાનની તુલનામાં ખુબ સસ્તો છે. 231 રૂપિયા મહિનાના ખર્ચમાં યૂઝર્સને કોલિંગ, ડેટા અને એસએમએસનો લાભ મળે છે. આ તમને મંથલી પ્લાનમાં મળશે નહીં. મંથલી ખર્ચ અને ફાયદા પ્રમાણે જુઓ તો આ પ્લાન વેલ્યૂ ફોર મની પ્લાન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube