Reliance Jio Offers: Jio એ સસ્તો કર્યો પોતાનો Plan, માત્ર ₹76 માં આખું ફેમિલી માણી શકશે મજા
JioCinema ની વેબસાઇટ અનુસાર નવા ₹89 વાળા ફેમિલી પ્લાન પર હવે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટના લીધે ફેમિલી પ્લાન યૂઝર્સ માટે વધુ વ્યાજબી થઇ ગયો છે.
Reliance Jio એ તાજેતરમાં જ લોન્ચ થયેલા JioCinema Premium સબ્સક્રિપ્શન પ્લાન પર છૂટ આપી રહ્યું છે. JioCinema ની વેબસાઇટ અનુસાર નવા ₹89 વાળા ફેમિલી પ્લાન પર હવે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટના લીધે ફેમિલી પ્લાન યૂઝર્સ માટે વધુ વ્યાજબી થઇ ગયો છે.
Reliance Jio ના JioCinema Premium ના ફેમિલી પ્લાન પર ₹13 ની છૂટ આપવામાં આવી છે. ત્યારબાદ જે પ્લાન પહેલાં ₹89 નો હતો, તે હવે ફક્ત ₹76 માં મળી રહ્યો છે. આ છૂટ JioCinema અને વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે ₹29 વાળા રેગુલર મંથલી પ્લાનની કિંમતમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Silver Price: ચીન-અમેરિકાએ તોડ્યું ચાંદીનું અભિમાન, કડકભૂસ થઇને 8,332 રૂપિયાનો ઘટાડો
Gold Prices: 2 લાખ રૂપિયાને પાર જશે સોનું, દર 9 વર્ષમાં 3 ગણો વધી જાય છે ભાવ!
JioCinema Family Plan ના બેનિફિટ્સ
JioCinema ના Premium પ્લાન તમને આખુ વર્ષ કોઇપણ જાહેરાત વિના કંટેંટ જોવાની સુવિધા આપે છે. જેમાં ખાસ 'Premium' કન્ટેંટ પણ સામેલ છે. તમે તે કંટેંટને 4K ક્વોલિટીમાં પણ જોઇ શકો છો અને મોબાઇલ એપ પર ઓફલાઇન જોવા માટે ડાઉનલોડ પણ કરી શકો છો. આ પ્લાન કોઇપણ ડિવાઇસ પર કામ કરે છે. જેમ કે ફોન, લેપટોપ વગેરે. પ્રીમિયમ પ્લાનમાં તમને HBO, Paramount જેવી કંપનીઓની ખાસ સીરીઝ, ફિલ્મો, હોલીવુડ મૂવીઝ અને બાળકોના મનોરંજન અને ટીવી શો જોવા મળે છે.
Ration Card: સરકાર બનતાં જ રાશનકાર્ડ ધારકો માટે ખુશખબરી, રકઝક વિના ફ્રીમાં મળશે રાશન
Top 20 Stocks: આજે બજારમાં ક્યાંથી થશે તગડી કમાણી, ખૂલતાવેંત ખરીદી લેજો
કેવી રીતે મેળવવો JioCinema Family Plan
- સૌથી પહેલા JioCinema એપ ઓપન કરો અથવા વેબસાઇટ પર જાઓ.
- એપ્લિકેશનમાં ક્યાંક "પ્રીમિયમ" વિભાગ હશે અથવા તમને પ્રીમિયમ આઇકન દેખાશે, તેને શોધો અને તેને ટેપ કરો.
- આ તમને લોગિન પેજ પર લઈ જશે. તમારું JioCinema યૂઝરનેમ નામ અને પાસવર્ડ નાખીને લોગ ઇન કરો.
- લોગ ઇન કર્યા પછી, તમારા માટે ઉપલબ્ધ પ્લાનમાંથી ફેમિલી પ્લાન પસંદ કરો (આ પ્લાન પર ડિસ્કાઉન્ટ પહેલેથી જ લાગુ કરવામાં આવશે).
- છેલ્લે, પેમેન્ટ કરો અને JioCinema Premium ફેમિલી પ્લાનનો આનંદ લો.
માર્કેટમાં માર ખાધો હોય તો ખરીદી લો આ 5 શેર, 15 દિવસમાં તારી દેશે, શરૂ થશે અચ્છે દિન
PSU Stock: ખરીદી લેજો આ સરકારી શેર બનશે સવા શેર, બ્રોકરેજે કહ્યું- ₹1670 જશે ભાવ