Jio નો ધાંસૂ પ્લાન, 1 દિવસમાં વાપરી શકશો 25 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગની સાથે મળશે આ ફાયદો
Reliance Jio Rs 296 Prepaid Plan Jio ની પાસે 296 રૂપિયાનો પ્રીપેડ પ્લાન છે. આ પ્લાનમાં ઘણા બેનિફિટ્સ આપવામાં આવે છે. આ પ્લાનમાં કોઈ ડેટા લિમિટ નથી. આવો આ પ્લાન વિશે તમને વિગતવાર માહિતી આપીએ.
નવી દિલ્હીઃ જિયોના ઘણા એવા પ્લાન છે જે સસ્તા છે અને ઘણા બેનિફિટ્સ આપે છે. પરંતુ અમે જે પ્લાનની વાત કરી રહ્યાં છીએ તેના વિશે જાણી જિયો યૂઝર્સનું દિલ ખુશ થવાનું છે. રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે એક ખાસ પ્રીપેડ પ્લાન ઓફર કરી રહ્યું છે. તમે આ પ્લાનમાં તમારી ઈચ્છા અનુસાર ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. તેનો સીધો મતલબ છે કે આ પ્લાનમાં ડેટા યૂઝ કરવાની કોઈ લિમિટ નથી.
આ ખાસ પ્લાનનું નામ ફ્રીડમ પ્લાન છે. જો કિંમતની વાત કરીએ તો આ પ્લાન 300 રૂપિયાથી ઓછી કિંમતનો છે. તેમાં ન માત્ર તમને ડેટાનો ફાયદો મળશે પરંતુ સાથે અનલિમિટેડ કોલિંગ અને અન્ય બેનિફિટ્સ મળવાના છે. આવો આ પ્લાનની ડિટેલ જાણીએ.
જિયો 296 પ્લાન
જિયોનો ફ્રીડન પ્લાન 296 રૂપિયાનો છે. તે 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં રિચાર્જ કરાવવા પર તમને કોઈ લિમિટ વગર 25 જીબી ડેટા આપવામાં આવે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો તમને 30 દિવસ માટે 25 જીબી ડેટા આપવામાં આવે છે. તમે ઈચ્છો તો એક દિવસમાં 25 જીબી ડેટા યૂઝ કરી શકો છો અથવા તમારી જરૂરીયાત પ્રમાણે વાપરી શકો છો.
આ પણ વાંચોઃ UPI Payment થઈ જાય છે Fail? તો ફટાફટ કરો આ કામ; અટકેલા નાણાં તરત જ થઈ જશે ટ્રાન્સફર
આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા આપવામાં આવી રહી છે. આ સિવાય જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ પણ મળશે.
એક વાત ધ્યાનમાં રાખો કે આ પ્લાનમાં મળનાર 25 જીબી હાઈ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ તમે એક દિવસમાં કરી લો તો બાકીના 29 દિવસ માટે તમારે બીજા ડેટા પ્લાનનું રિચાર્જ કરાવવું પડશે. જિયો 15 રૂપિયાથી લઈને 667 રૂપિયા સુધીના ડેટા પ્લાન ઓફર કરે છે. તમે તમારી જરૂરીયાત પ્રમાણે રિચાર્જ કરાવી મજા માણી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube