નવી દિલ્હીઃ ટેલીકોમ કંપનીઓ પોતાના યૂઝર્સને આકર્ષવા માટે અલગ-અલગ રિચાર્જ પ્લાન ઓફર કરે છે. જો તમે રિલાયન્સ જિયોના યૂઝર્સ છો અને ઓછી કિંમત પર ડેટા અને કોલિંગ માટે કોઈ સારો પ્લાન શોધી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સની જરૂરીયાતને ધ્યાનમાં રાખવા અનેક પ્રીપેડ રિચાર્જ પ્લાનના ઓપ્શન આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

296 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનના બેનિફિટ
રિલાયન્સ જિયો પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે 1 મહિનાની વેલિડિટી સાથે ડેટા અને કોલિંગના ઘણા પોપુલર પ્લાન રજૂ કરે છે. આ પોપુલર પ્લાનમાંથી એક 296 રૂપિયાવાળો પ્લાન હાજર છે. કંપની પોતાના યૂઝર્સને આ પ્લાનની સાથે 25 જીબી ડેટાની સુવિધા આપે છે. 


એટલું જ નહીં 300 રૂપિયાથી ઓછા રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગનો પણ ફાયદો મળે છે. રિચાર્જ પ્લાનમાં યૂઝર્સ માટે 100 એસએમએસ દરરોજની સુવિધા પણ મળે છે. 


આ પણ વાંચોઃ Scorpio-N, Classic અને XUV700 માટે આટલું છે વેટિંગ પીરિયડ, વર્ષો સુધી નહી મળે કાર!


રિચાર્જ પ્લાનમાં જિયોની આ સર્વિસનો પણ લાભ
જિયોના આ રિચાર્જ પ્લાનમાં યૂઝરને જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી, જિયો ક્લાઉડની સુવિધા પણ મળે છે. એટલું જ નહીં પ્લાનમાં ડેટા લિમિટેડ ખતમ થયા બાદ પણ નેટનો ઉપયોગ કરી શકાય છે. ડેટા લિમિટે પૂર્ણ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ધીમી થઈ જાય છે. ડેટા લિમિટ પૂર્ણ થયા બાદ યૂઝર્સ 64કેબીપીએસની સ્પીડથી નેટનો ઉપયોગ કરી શકે છે. 


ક્યા યૂઝર્સ માટે ફાયદાકારક
જિયોનો આ પ્લાન તે યૂઝર્સ માટે સારો છે જેને દરરોજ વધુ ડેટાની જરૂર પડતી નથી. એટલે કે એવા યૂઝર્સ જે નેટનો ઉપયોગ કોઈ ખાસ જરૂરીયાત માટે કરે છે તેને આ પ્લાન કામમાં આવી શકે છે. 


ઘણીવાર યૂઝર્સ માટે ડેટાની ડેલી લિમિટ તેના જરૂરી અને મોટા કામમાં મુશ્કેલી બની જાય છે. તેવામાં જિયોના આ પ્લાનની સાથે સસ્તી કિંમતમાં તમારી જરૂરીયાત પૂરી થઈ જાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube