Jio નો સૌથી પોપ્યુલર પ્લાનઃ 75GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ અને જિયો સિનેમાનું સબ્સક્રિપ્શન
જિયોની પાસે દરેક સેગમેન્ટના યૂઝર્સ માટે સસ્તા પ્લાન ઉપલબ્ધ છે. આજે અમે તમને એવા પ્લાન વિશે જાણકારી આપવાના છીએ જેમાં તમને 28 દિવસ કરતા વધુ વેલિડિટી મળે છે. સાથે આ પ્લાનમાં ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે.
jio popular Plans: રિલાયન્સ જિયોની પાસે સૌથી વધુ ગ્રાહક છે અને તે દેશની નંબર વન કંપની છે. જિયો એકમાત્ર કંપની છે જેની પાસે સૌથી વધુ રિચાર્જ પ્લાનના વિકલ્પ હાજર છે. જિયોની પાસે દરેક સેગમેન્ટના યૂઝર્સ માટે સસ્તા રિચાર્જ પ્લાન હાજર છે. જો તમને ડેટાની વધુ જરૂર પડે છે તો તમે માત્ર ડેટાવાળા પ્લાનની પસંદગી કરી શકો છો અને કોલિંગની જરૂર હોય તો માત્ર અનલિમિટેડ કોલિંગ આપતા પ્લાનની પસંદગી કરી શકો છો. કહેવાનો અર્થ છે કે જિયોની પાસે જરૂરીયાત પ્રમાણે દરેક સેગમેન્ટ માટે રિચાર્જ પ્લાન હાજર છે.
જિયોના રિચાર્જ પ્લાનના લિસ્ટમાં એક એવો પ્લાન છે જે કંપનીનો સૌથી વધુ પોપ્યુલર પ્લાન છે. જો તમે એવો પ્લાન શોધી રહ્યાં છો જેમાં વધુમાં વધુ ડેટા મળે અને અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા હોય તો તમે આ પોપ્યુલર પ્લાનની પસંદગી કરી શકો છો. આવો તે વિશે જણાવીએ...
જિયોનો પોપ્યુલર પ્લાન
જિયોના લિસ્ટમાં એક 349 રૂપિયાનો પ્લાન હાજર છે. કંપનીની વેબસાઇટ પ્રમાણે રિચાર્જ પ્લાન જિયોનો સૌથી પોપ્યુલર પ્લાન છે. આ પ્લાનમાં યૂઝર્સને કુલ 75જીબી ડેટા આપવામાં આવે છે. એટલે કે યૂઝર્સ દરરોજ 2.5 જીબી હાઈ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકે છે.
આ પણ વાંચોઃ Reliance Jio થી 98 રૂપિયા સસ્તો પ્લાન, મળશે 90GB ડેટા, પ્રાઇમ વીડિયો, હોટસ્ટાર ફ્રી
મળશે વધુ વેલિડિટી
જો તમે આ પ્લાનની વેલિડિટીની વાત કરીએ તો તેમાં યૂઝર્સને 28 દિવસની જગ્યાએ 30 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં તમે ગમે તે નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકો છો. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવે છે.
OTT સબ્સક્રિપ્શનની પણ ઓફર
જો તમે પણ ઓટીટી પ્લેટફોર્મમાં વીડિયો સ્ટ્રીમિંગનો શોખ રાખો છો તો આ પ્લાનમાં તમારો શોખ પણ પૂરો થઈ જશે. 349 રૂપિયાના રિચાર્જમાં તમે 30 દિવસ માટે જિયો સિનેમાનું સબ્સક્રિપ્શન મળે છે, જેમાં તમે તમારી પસંદગીની ફિલ્મો જોઈ શકો છો. એટલું જ નહીં આ પ્લાનમાં જિયો ટીવી અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube