નવી દિલ્હીઃ રિલાયન્સ જીયોની પાસે 4,999 રૂપિયાથી લઈને 129 રૂપિયા સુધીના પ્રીપેઇડ પ્લાન છે. કંપનીની પાસે અલગ-અલગ જરૂરીયાતો વાળા ગ્રાહકો પ્રમાણે ઘણી કેટેગરીના પ્લાન હાજર છે. આજે અમે તમને રિલાયન્સ જીયોના સસ્તા રિચાર્જ પેક વિશે જણાવીશું. રિલાયન્સ જીયોના આ રિચાર્જ પેકમાં 444 રૂપિયા, 249 રૂપિયા, 401 રૂપિયા, 349 રૂપિયા, 249 રૂપિયા, 399 રૂપિયા, 149 રૂપિયા અને 199 રૂપિયા વાળા પ્લાન છે. આવો તમને આ પ્રીપેઇડ રિચાર્જ પ્લાન વિશે વિસ્તારથી જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

444 રૂપિયા વાળો જીયો રિચાર્જ પ્લાન
જીયોના 444 રિચાર્જ પ્લાન પેકની વેલિડિટી 56 દિવસ છે. આ પેકમાં દરરોજ 2 જીબી ડેટા પ્રમાણે કુલ 112 જીબી હાઈ-સ્પીડ ડેટા મળે છે. દરરોજ હાઈ સ્પીડ ડેટાની લિમિટ પૂરી થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. જીયો ટૂ જીયો અનલિમિટેડ કોલિંગ જ્યારે નોન જીયો નેટવર્ક પર 2 હજાર મિનિટ્સ મળે છે. ગ્રાહક દરરોજ 100 એસએમએસ મોકલી શકે છે. જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 


249 રૂપિયાનો પ્લાન
જીયોના 249 રૂપિયા વાળા આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. આ પેકમાં દરરોજ 2 જીબી ડેટા મળે છે. એટલે કે કુલ 56 જીબી ડેટાનો ફાયદો ગ્રાહક ઉઠાવી શકે છે. જીયો ટૂ જીયો નેટવર્ક પર અનલિમિટેડ અને અધર નેટવર્ક પર કોલિંગ માટે  1 હજાર મિનિટ મળે છે. આ સિવાય જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 


ડ્યુઅલ રિયર કેમેરાની સાથે LGનો નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ, જાણો ખાસ વાતો


જીયોનો 399 રૂપિયાનો પ્લાન
જીયોના 399 રૂપિયા વાળા આ રિચાર્જ પેકની વેલિડિટી 56 દિવસ છે. આ પેકમાં દરરોજ 1.5 જીબી એટલે કે કુલ 84 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. દરરોજ મળનાર હાઈ-સ્પીડ ડેટા પૂરો થયા બાદ ગ્રાહક  64Kbps સ્પીડથી ડેટા વાપરી શકે છે. વોઇસ કોલિંગ માટે જીયો નેટવર્ક પર અનલિમિટેડ અને અધર પર 2 હજાર મિનિટ મળે છે. દરરોજ 100 એસએમએસ પણ મળે છે. જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. 


જીયોનો 199 રૂપિયાનો પ્લાન
જીયોના 199 રૂપિયા વાળા રિચાર્જ પેકની વેલિડિટી 28 દિવસની છે. દરરોજ 1.5 જીબી ડેટા પ્રમાણે 42 જીબી કુલ ડેટા મળે છે. દરરોજ મળનાર હાઈ-સ્પીડ ડેટા પૂરો થયા બાદ ગ્રાહક  64Kbps સ્પીડથી ડેટા વાપરી શકે છે. વોઇસ કોલિંગ માટે જીયો નેટવર્ક પર અનલિમિટેડ અને અધર પર 1 હજાર મિનિટ મળે છે. દરરોજ 100 એસએમએસ પણ મળે છે. જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. 


149 રૂપિયા વાળુ જીયો રિચાર્જ પેક
જીયોના આ પેકની વેલિડિટી 24 દિવસ છે. આ પેકમાં 1 જીબી ડેટા દરરોજના હિસાબથી 24 જીબી ડેટા મળે છે. દરરોજ મળનાર હાઈ-સ્પીડ ડેટા પૂરો થયા બાદ ગ્રાહક  64Kbps સ્પીડથી ડેટા વાપરી શકે છે. જીયો પર અનલિમિટેડ કોલ અને અધર નેટવર્ક માટે 300 મિનિટ મળે છે. દરરોજ 100 એસએમએસ અને જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. 


Redmi 9 સહિત આ સ્માર્ટફોન આગામી સપ્તાહે ભારતમાં થશે લોન્ચ  


349 રૂપિયાનો પ્લાન
જીયોના 349 રૂપિયાના આ રિચાર્જ પેકની વેલિડિટી 28 દિવસ છે. આ પેકમાં દરરોજ 3 જીબી ડેટા પ્રમાણે કુલ 84 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. હાઈ-સ્પીડ ડેટા પૂરો થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. જીયો નેટવર્ક પર અનલિમિટેડ અને અન્ય નેટવર્ક પર 1000 મિનિટ મળે છે. ગ્રાહકોને દરરોજ 100 એસએમએસ મળે છે. યો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. 


જીયોનો 401 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન
જીયોના 401 રૂપિયાના રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. આ પેકમાં દરરોજ 3 જીબી ડેટા સિવાય 6 જીબી ડેટા પણ મળે છે. એટલે કે આ પેકમાં કુલ 96 જીબી ડેટા મળે છે. હાઈ-સ્પીડ ડેટા પૂરો થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. જીયો નેટવર્ક પર અનલિમિટેડ અને અન્ય નેટવર્ક પર 1000 મિનિટ મળે છે. ગ્રાહકોને દરરોજ 100 એસએમએસ મળે છે. યો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube