Reliance Jio: જલસા કરો... હવે Jio ના આ સસ્તા પ્લાન સાથે મળશે OTT એપ્સના સબસ્ક્રિપ્શન, ઘરબેઠા જોયા કરો નવી નવી ફિલ્મો
Reliance Jio Plans: Reliance Jio એ કેટલાક નવા પ્લાન લોન્ચ કર્યા છે જેમાં યુઝર્સના મનોરંજનની ભરપુર વ્યવસ્થા છે. રિલાયન્સ Jio એ જે નવા પ્લાન રજૂ કર્યા છે તેમાં ઓછા ખર્ચે OTT પ્લેટફોર્મ્સના સબ્સ્ક્રીપ્શન પણ મળી રહેશે. જેથી યુઝર્સ ઘરે બેઠા નવી નવી વેબ સીરીઝ અને ફિલ્મોનો લાભ પણ લઈ શકે.
Reliance Jio Plans: રિલાયન્સ Jio એ ઓટીટી પ્લેટફોર્મ્સ જેમકે નેટફ્લીક્સ અને એમેઝોન પ્રાઈમનું સબસ્ક્રીપ્શન આપતા કેટલાક પ્લાન્સ બંધ કરી દીધા હતા. જેના કારણે યુઝર્સ પણ નિરાશ થઈ ગયા હતા. પરંતુ હવે કંપનીએ કેટલાક નવા પ્લાન લોન્ચ કર્યા છે જેમાં યુઝર્સ માટે ભરપૂર મનોરંજનની વ્યવસ્થા છે. રિલાયન્સ Jio એ જે નવા પ્લાન રજૂ કર્યા છે તેમાં ઓછા ખર્ચે OTT પ્લેટફોર્મ્સના સબ્સ્ક્રીપ્શન પણ મળી રહેશે. જેથી યુઝર્સ ઘરે બેઠા નવી નવી વેબ સીરીઝ અને ફિલ્મોનો લાભ પણ લઈ શકે.
રિલાયન્સ Jio ના બેસ્ટ પ્લાન
આ પણ વાંચો: રિલાયન્સ Jio નો સૌથી સસ્તો 5G રિચાર્જ પ્લાન, 101 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા
329 રૂપિયાનો રિચાર્જ પ્લાન
Jio ના આ પ્લાનમાં યુઝરને રોજ 1.5 GB ડેટા અને 100 SMS તેમજ અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ પ્લાનની વેલીડીટી 28 દિવસની હશે. આ પ્લાન સાથે યુઝર્સને Jio સાવન પ્રોનું એક્સેસ પણ મળશે.
આ પણ વાંચો: Vi નો આ નવો પ્લાન ભુક્કા બોલાવી દેશે, સસ્તામાં મળશે ફ્રી કોલિંગ, ડેટા સાથે ઘણુ બધું
949 નો પ્લાન
આ પ્લાનમાં Jio યુઝરને રોજ 2 GB ડેટા વાપરવા મળશે સાથે જ 100 SMS અને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ હશે. આ રિચાર્જ પ્લાનની કિંમત વધારે છે તો તેની સાથે વેલીડીટી પણ વધારે છે. આ રિચાર્જ પ્લાન 84 દિવસનો છે. આ રિચાર્જ પ્લાનમાં Disney+ Hotstar નું સબસ્ક્રીપ્શન પણ ફ્રી મળે છે.
આ પણ વાંચો: BSNL એ લોન્ચ કર્યો સૌથી સસ્તો 28 દિવસનો પ્લાન, ફ્રી કોલિંગ, ડેટા સાથે મળશે ઘણું બધું
1049 રૂપિયાનો પ્લાન્ટ
Jio ના આ રિચાર્જ પ્લાનમાં જે સુવિધાઓ મળે છે તે જાણીને તમને આ પ્લાન પણ સસ્તો લાગશે. આ રિચાર્જ પ્લાનમાં યુઝરને રોજ 2 GB ડેટા યુઝ કરવા મળે છે. આ સિવાય રોજના 100 SMS અને અનલિમિટેડ કોલિંગની સુવિધા તો ખરી જ. આ પ્લાનની વેલીડીટી પણ 84 દિવસની છે. આ પ્લાનમાં યુઝરને Sony LIV, ZEE5, JioTV, JioCloud અને JioCinema નું સબસ્ક્રીપ્શન ફ્રી મળે છે.