BSNL Latest plan: BSNL એ લોન્ચ કર્યો સૌથી સસ્તો 28 દિવસનો પ્લાન, ફ્રી કોલિંગ અને ડેટા સાથે મળશે ઘણું બધું
BSNL affordable plan: સરકારી ટેલિકોમ કંપની Bsnl એ બે શાનદાર સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. જેની વેલીડીટી 28 દિવસ અને 30 દિવસની રહેશે. આ બંને પ્લાનમાં લોકોને ખૂબ જ સસ્તા દરે અનેક લાભ મળશે. Bsnl ના આ પ્લાન jio ના સસ્તા પ્લાનને પણ ટક્કર મારે તેવા છે.
Trending Photos
BSNL affordable plan: રિલાયન્સ jio, એરટેલ સહિતની ટેલિકોમ કંપનીઓએ પોતાના કેટલાક રિચાર્જ પ્લાનની કિંમતો વધારી દીધી છે. તેવામાં યુઝર્સ ઓછી કિંમતે સારા રિચાર્જ પ્લાન શોધવા લાગ્યા છે. ટેલિકોમ કંપનીઓ એક તરફ જ્યાં રિચાર્જ પ્લાન વધારી રહી છે ત્યાં સરકારી ટેલિકોમ કંપની Bsnl એ સૌથી સસ્તો રીચાર્જ પ્લાન લોન્ચ કરી દીધો છે. Bsnl પોતાના સસ્તા રિચાર્જ પ્લાનથી લોકોની મદદ કરવા માટે આગળ આવ્યું છે.
સરકારી ટેલિકોમ કંપની Bsnl એ બે શાનદાર સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. જેની વેલીડીટી 28 દિવસ અને 30 દિવસની રહેશે. આ બંને પ્લાનમાં લોકોને ખૂબ જ સસ્તા દરે અનેક લાભ મળશે. Bsnl ના આ પ્લાન jio ના સસ્તા પ્લાનને પણ ટક્કર મારે તેવા છે.
Bsnl 28 દિવસની વેલીડીટી થી લઈને 395 દિવસની વેલીડીટી વાળા અલગ અલગ રિચાર્જ પ્લાન લોકોને ઓફર કરે છે. જેમાંથી કેટલાક પ્લાન આકર્ષક ઓફર સાથે ગ્રાહકો માટે લોન્ચ કરાયા છે. તાજેતરમાં જ Bsnl એ પોતાના કેટલાક પ્લાનમાં આકર્ષક ઓફર રજૂ કરી છે. Bsnl નો આવો જ એક ધમાકેદાર પ્લાન છે જે 108 રૂપિયામાં મળે છે.
Bsnl નો 108 રૂપિયાનો રિચાર્જ પ્લાન
108 રૂપિયાનો આ પ્લાન એવા લોકો માટે છે જે ઓછી કિંમતે રિચાર્જ પ્લાન શોધી રહ્યા છે. 108 રૂપિયાનો આ રિચાર્જ પ્લાન 28 દિવસની વેલીડીટી ધરાવે છે. જેમાં તમે અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 gb ડેટા વાપરી શકો છો. 1 gb ડેટા પૂરો થઈ જાય પછી પણ તમે ઇન્ટરનેટ વાપરી શકો છો બસ થોડી સ્પીડ ઘટી જશે. જોકે આ પ્લાન ફક્ત નવા સીમકાર્ડ ધારકો માટે છે.
Bsnl નો 199 નો રિચાર્જ પ્લાન
Bsnl નો વધુ એક શાનદાર પ્લાન છે જે 199 રૂપિયામાં યુઝરને મળે છે. આ પ્લાનની વેલીડીટી ૩૦ દિવસ છે જેમાં યુઝરને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે સાથે જ એક મહિના માટે 60 gb ડેટા મળે છે એટલે કે રોજનો 2 gb ડેટા યુઝરને મળે છે. રોજનો 2 gb ડેટા પણ પૂરો થઈ જાય તો પણ યુઝર ઇન્ટરનેટ વાપરી શકે છે. આ પ્લાનમાં રોજના 100 SMS પણ ફ્રી મળે છે. જો તમે અનલિમિટેડ કોલિંગ, ડેટા અને SMS મળે તેવો સસ્તો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો તો બીએસએનએલનો આ પ્લાન બેસ્ટ ઓપ્શન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે