નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની રિલાયન્સ જીયો (Reliance Jio) ની પાસે અલગ-અલગ કિંમતના ઘણા પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સ છે, એટલું જ નહીં જીયોની પાસે પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે ઓછી કિંમતના ઘમા સસ્તા 4જી ડેટા વાઉચર્સ ઉપલબ્ધ છે. કંપની સમય-સમય પર નવા પ્લાન્સને રજૂ કરવાની સાથે-સાથે પોતાના પ્રીપેડ યૂઝર્સને વધુમાં વધુ ફાયદો મળે તે માટે પ્લાન્સને પણ અપડેટ કરતી રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં જીયોએ (Reliance Jio) પોતાના 11 રૂપિયા વાળા 4જી ડેટા વાઉચરની સાથે મળનાર બેનિફિટમાં મોટા ફેરફાર કર્યા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ Jio Data Voucher મા હવે યૂઝર્સને પહેલાની તુલનામાં વધુ ડેટા આપવામાં આવી રહ્યો છે અને આ પ્લાન નવા બેનિફિટ્સની સાથે જીયોની સત્તાવાર સાઇટ જીયો ડોટ કોમ પર અપડેટ પણ કરી દેવામાં આવ્યા છે. 


Jio 11 4G Data Voucher
તમને જણાવી દઈએ કે આ પહેલા 11 રૂપિયા વાળા 4જી ડેટા વાઉચરની સાથે કંપની પોતાના પ્રીપેડ યૂઝર્સને 800 એમબી ડેટા આપતી હતી પરંતુ હવે તેમાં ફેરફાર બાદ યૂઝર્સને 1જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. અહીં એક વાત જે ધ્યાન આપવા જેવી છે તે છે કે કંપનીએ વેલિડિટીમાં કોઈ ફેરફાર કર્યો નથી, તેનો મતલબ છે કે વાઉચર પોતાના હાલના પ્લાનની વેલિડિટી સુધી ઉપલબ્ધ રહેશે. 


આ પણ વાંચોઃ Reliance Jioનો નવો શાનદાર પ્લાન, માત્ર આટલા રૂપિયામાં 336 દિવસ સુધી અનલિમિટેડ કોલ અને ડેટા


અન્ય Reliance Jio 4G Data Vouchers
11 રૂપિયા સિવાય જીયોની પાસે 21 રૂપિયા, 51 રૂપિયા અને 101 રૂપિયા વાળા કેટલાક અન્ય સસ્તા 4જી ડેટા વાઉચર્સ પણ ઉપલબ્ધ છે. આ સાથે પ્રીપેડ યૂઝર્સને ક્રમશઃ 2 જીબી, 6 જીબી અને 12 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ તમામ વાઉચર્સની વેલિડિટી તમારા પ્લાન્સની વેલિડિટી સુધી રહેશે. 


આ સિવાય જીયોની પાસે ત્રણ અન્ય ડેટા પ્લાન્સ પણ છે જેની કિંમત આ પ્રકારે છે, 151 રૂપિયા, 201 રૂપિયા અને 251 રૂપિયા. આ ડેટા વાઉચર્સની સાથે યૂઝર્સને ક્રમશઃ 30 જીબી ડેટા, 40 જીબી ડેટા અને 50 જીબી ડેટા આપવામાં આવે છે. પરંતુ આ ત્રણેય જીયો ડેટા પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. 


ટેક્નોલોજીના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube